Sat Nov 07 2026

Logo

ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસ માટેની વન-ડે અને ટેસ્ટ ટીમ જાહેર, શ્રેયસને ગિલની ગેરહાજરીમાં મળશે આ મોકો...

2026-10-16 22:00:34
Author: Ajay Motiwala
ન્યૂ ઝીલૅન્ડના પ્રવાસ માટેની વન-ડે અને ટેસ્ટ ટીમ જાહેર, શ્રેયસને ગિલની ગેરહાજરીમાં મળશે આ મોકો...

BCCI


નવી દિલ્હીઃ આ મહિને તેમ જ નવેમ્બરમાં ન્યૂ ઝીલૅન્ડમાં ભારતીયો જે પાંચ વન-ડે અને બે ટેસ્ટ મૅચ રમશે એ માટેની ટીમ (Team) શુક્રવારે રાત્રે સિલેક્ટરોએ જાહેર કરી હતી જેમાં બે પેસ બોલર આકાશ દીપ (Akash Deep) અને અંશુલ કમ્બોજે ટેસ્ટ ટીમમાં કમબૅક કર્યા છે.

આકાશ દીપ સ્ટ્રેસ ફ્રૅક્ચરની ઈજામાંથી સ્વસ્થ થયો છે, જ્યારે કમ્બોજને ગયા વર્ષે ઇંગ્લૅન્ડની ટૂરમાં ડેબ્યૂનો મોકો અપાયો ત્યાર બાદ નબળા પર્ફોર્મન્સને લીધે પડતો મૂકવામાં આવ્યો હતો.

વન-ડે અને ટેસ્ટનો મુખ્ય સુકાની શુભમન ગિલ બે ટેસ્ટ માટેની તૈયારી કરવાનો હોવાથી એ પહેલાંની પાંચ મૅચની વન-ડે શ્રેણીની છેલ્લી બે વન-ડેમાં તે નહીં રમે અને એ બે વન-ડેમાં ટી-20નો કૅપ્ટન શ્રેયસ ઐયર નેતૃત્વ સંભાળશે. ચોથી નવેમ્બરે વન-ડે શ્રેણી અને 19મી નવેમ્બરે ટેસ્ટ શ્રેણી શરૂ થશે.

કઈ ટીમમાં કોણ?

પ્રથમ ત્રણ વન-ડે માટેની ટીમઃ શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), કે. એલ. રાહુલ (વિકેટકીપર), નીતીશ રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કમ્બોજ, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવ.

ચોથી-પાંચમી વન-ડે માટેની ટીમઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઇશાન કિશન (વિકેટકીપર, વાઇસ કૅપ્ટન), નીતીશ રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવ.

બે ટેસ્ટ માટેની ટીમઃ શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, કે. એલ. રાહુલ (વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, રિષભ પંત (વિકેટકીપર, ફિટ હોય તો જ), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અંશુલ કમ્બોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, નીતીશ રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.