સવારે 9.30 વાગ્યાથી નંબર-વન ભારત અને 41મી રૅન્કના જાપાન વચ્ચે ઐતિહાસિક ટી-20
સૅનો (જાપાન): ભારત અને જાપાન વચ્ચે મંગળવારે (સવારે 9.00 વાગ્યે ટૉસ અને 9.30 વાગ્યાથી મૅચ) રમાનારી ઐતિહાસિક ટી-20માં મેઘરાજા વિઘ્ન ઊભું નહીં કરે અને ભારતની પ્રથમ બૅટિંગ હશે તો અભિષેક શર્મા તેમ જ બીજા બૅટ્સમેનો રનનો વરસાદ વરસાવીને કોઈ નવા વિક્રમો રચી દેશે તો નવાઈ નહીં લાગે.
वर्ल्ड चैंपियन टीम जापान पहुँची…
— Mr. & Mrs. Riya (@RamdevRiya) September 21, 2026
और वहाँ स्वागत होटल वाला नहीं, टेंट वाला है।
ड्रेसिंग रूम टेंट में।
शावर permanent नहीं।
और जिस ग्राउंड पर Asian Games हो रहे हैं, वहाँ BCCI के मुताबिक टॉयलेट करीब 500 मीटर दूर।
IPL में खिलाड़ियों के कमरे देखो… फिर ये तस्वीर देखो।
मुद्दा टेंट… pic.twitter.com/ZFAT8aX1Np
ટી-20ના રૅન્કિંગમાં ભારત (India) વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન છે અને જાપાન (જે ક્રિકેટમાં હજી નવુસવું છે) 41મા સ્થાને છે. જોકે કોઈ પણ નાની ટીમને હળવાશથી ન લઈ શકાય એ ટીમ ઇન્ડિયાના ધ્યાનમાં હશે જ એટલે તેઓ યજમાન દેશ સામે પાક્કી તૈયારી સાથે અને પૂરી ક્ષમતાથી જ રમશે. ભારત 290માંથી 193 ટી-20 મૅચ જીતી ચૂક્યું છે તો જાપાન (Japan) નાના દેશો વચ્ચેની સ્પર્ધાઓમાં 62માંથી 41 ટી-20 મૅચ જીત્યું છે એટલે ભારત એના ખેલાડીઓને નબળા નહીં સમજે. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશીને આ મૅચમાં રમવા મળે છે કે નહીં એ જોવું રહ્યું.
🇮🇳🇯🇵 HISTORY IN THE MAKING!
— Possible11 (@Possible11team) September 21, 2026
India 🇮🇳 vs Japan 🇯🇵 — a historic T20I encounter awaits tomorrow!
The Men in Blue take on Japan at Sano International Cricket Ground, Tochigi Prefecture, with the action beginning at 9:30 AM IST.
Different nations. One game. One… pic.twitter.com/VDgAihyqGN
શ્રેયસની ટીમ પ્રૅક્ટિસથી વંચિતઃ લક્ષ્મણ છે કોચ
જાપાનના સૅનો શહેરમાં સોમવારે ધોધમાર અને એકધારો વરસાદ પડ્યો હોવાથી ભારતીય ટીમને પ્રૅક્ટિસ નહોતી કરવા મળી. મંગળવારે પણ વરસાદ પડવાની સંભાવના છે. ગૌતમ ગંભીર વેસ્ટ ઇન્ડિઝ સામેની આગામી સિરીઝમાં કોચિંગ આપશે એટલે વીવીએસ લક્ષ્મણ હાલમાં જાપાનમાં ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ છે.
જાપાન બે વર્લ્ડ કપ રમનાર ટીમને હરાવી ચૂક્યું છે
પાપુઆ ન્યૂ ગિની નામના દેશની ટીમ ટી-20ના બે વર્લ્ડ કપમાં રમી ચૂકી છે અને જાપાને એક વર્લ્ડ કપના સુપર સિક્સ રાઉન્ડમાં એને 26 રનથી પરાજિત કરી હતી.
બન્ને દેશની સંભવિત ઇલેવન
ભારતઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), તિલક વર્મા (વાઇસ-કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર), ઇશાન કિશન, અક્ષર પટેલ, નીતીશ રેડ્ડી, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ.
જાપાનઃ કેન્ડલ કૅદોવાકી-ફ્લેમિંગ (કૅપ્ટન), વતારુ મિયાઉચી (વિકેટકીપર), લાચલન યામામોતો-લેક, રીઓ સાકુરાનો-થૉમસ, બેન્જામિન ઇતો-ડેવિસ, ચાર્લી હારા-હિન્ઝે, ઇબ્રાહિમ તાકાહાશી, ઍલેસ્ટર કૅદોવાકી-ફ્લેમિંગ, દેક્લાન સુઝુકી, માકોતો તાનિયામા અને શોમા સુગયા-સ્લેટર.