Tue Nov 10 2026

Logo

સીઇસી વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ મુદ્દે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું નિયમો અનુસાર કાર્યવાહી કરાશે

2026-10-22 21:25:55
Author: Chandrakant Kanoja
સીઇસી વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ મુદ્દે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું નિયમો અનુસાર કાર્યવાહી કરાશે

નવી દિલ્હી: દેશમાં સીઇસી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ઉપરાંત વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની પણ તૈયારી કરી રહ્યું છે.ત્યારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે જો વિપક્ષ બીજી વાર નોટિસ આપશે તો નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ચૂંટણી કમિશનરોને હોદ્દા પરથી હટાવવા માટે ન્યાયાધીશોને હટાવવાની પ્રક્રિયા જેવી જ  નિર્ધારિત પ્રક્રિયા છે. 

લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાના મંતવ્યો 

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, જ્યારે કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે, ત્યારે પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાના મંતવ્યો અને વિચારો રાખવાનો અધિકાર છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે આ બાબત સંસદ સમક્ષ લાવવામાં આવશે ત્યારે અમે કાર્યવાહી કરીશું.

બંધારણમાં અનુસરવાની પ્રક્રિયા સ્પષ્ટપણે નિર્ધારિત

તેમણે જણાવ્યું કે, આ માટે એક નિર્ધારિત પ્રક્રિયા છે. સરકારની સંસદીય સમિતિ  રાષ્ટ્રપતિ સમક્ષ પ્રસ્તાવ રજૂ કરે છે અને રાષ્ટ્રપતિની ભલામણના આધારે આગળની કાર્યવાહી થાય છે. આ માટે સ્થાપિત નિયમો અને પ્રક્રિયાઓ છે.આ વિષય પર વધુ ચર્ચા કરવાનો ઇનકાર કરતા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે આ ચર્ચાનો વિષય નથી કારણ કે બંધારણમાં અનુસરવાની પ્રક્રિયા સ્પષ્ટપણે નિર્ધારિત છે.

ન્યાયમૂર્તિ યશવંત વર્માને લગતા વિષય પર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે એક અહેવાલ પ્રાપ્ત થયો છે અને ચર્ચા કર્યા બાદ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.