Tue Nov 10 2026

Logo

2030 સુધી દેશના દેવાને 50% પર લાવવાની તૈયારી, આ છે સરકારનો પ્લાન

2026-10-27 12:34:00
Author: Mumbai Samachar Team
2030 સુધી દેશના દેવાને 50% પર લાવવાની તૈયારી, આ છે સરકારનો પ્લાન

દુનિયાના ઘણાં દેશો સમક્ષ વધતા દેવા અને મોંઘવારીને લઇને પડકારો છે. અમેરિકા પણ તેમાં સામેલ છે. ભારત સામે ભવિષ્યમાં આવા પડકારો ના આવે તેને ધ્યાનમાં રાખીને સરકારે લોનની ચૂકવણીનો ટાર્ગેટ સેટ કર્યો છે. કેન્દ્ર સરકારે દેશના દેવાના ઘટાડવા અને રાજકોષીય ખાદ્ય (Fiscal Deficits) પર નિયંત્રણ રાખવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.  

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેવું ઘટાડવા માટે સતત પગલા ભરી રહી છે. અને આંતરાષ્ટ્રીય સંગઠનોએ પણ ભારતના દેવા પ્રબંધન (Debt Management) ની રીતોને સ્વીકાર કર્યો છે. 

2030 સુધી દેવું  ઘટાડવાનું લક્ષ્ય

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે રાજકોષીય ખાદ્ય ઘટાડવાની સરકારની પ્રતિબદ્ધતા દર વર્ષના બજેટમાં જોવા મળે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે 2030 સુધી રાષ્ટ્રીય દેવાને 50 ટકા સુધી સીમિત રાખવાનું લક્ષ્ય રાખ્યું છે.  

માથાદીઠ આવક વધારવાના પ્રયાસો ચાલુ

કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું કે સરકાર દેશમાં માથાદીઠ આવક વધારવા માટે પણ ઘણા પગલાં લઈ રહી છે. તેમણે સ્વીકાર્યું કે કોવિડ-19 મહામારી, યુદ્ધ, આર્થિક સુધારાઓ સાથે જોડાયેલા પડકારો અને ઈંધણ તેમજ ક્રૂડ ઓઇલના ભાવમાં થતા ઉતાર-ચઢાવે અર્થતંત્ર પર દબાણ ઊભું કર્યું છે. તેમણે કહ્યું કે આ પડકારો છતાં સરકારે પ્રયાસ કર્યો છે કે તેની અસર સામાન્ય લોકો પર વધારે ન પડે. માથાદીઠ આવક વધારવાના પ્રયાસો આગળ પણ ચાલુ રહેશે.

મોંઘવારીના મોરચે સરકાર શું કરી રહી છે?

મોંઘવારીના પ્રશ્ન પર કેન્દ્રીય નાણાં મંત્રીએ કહ્યું કે સરકાર 2014થી ભાવોને સ્થિર રાખવા માટે સતત કામ કરી રહી છે. આ માટે મંત્રીઓનું એક વિશેષ જૂથ બનાવવામાં આવ્યું હતું, જે સપ્લાય ચેન એટલે કે પુરવઠા વ્યવસ્થાને વધુ સારી રાખવા માટે કામ કરે છે.