Tue Nov 10 2026

Logo

ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ, પાંચ વિવાદીત નિર્ણયો પરત લીધા...

2026-10-26 17:19:20
Author: Chandrakant Kanoja
ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ, પાંચ વિવાદીત નિર્ણયો પરત લીધા...

નવી દિલ્હી: દેશમાં વિપક્ષ દ્વારા SIR અને ચૂંટણી પંચ પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી પંચે લોકો સાથે સંવાદ સાધવા માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ શરૂ કર્યો છે. જેમાં ચૂંટણી પંચ અને વિવિધ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓના અધિકૃત એકાઉન્ટ્સ દ્વારા સ્પષ્ટતાઓ આપવામાં આવી રહી છે. 

ચૂંટણી પંચ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે 

આ સોશિયલ મીડિયા વિડીયો અને પોસ્ટમાં વાઇરલ થયેલા દાવાઓનું ખંડન કરવામાં આવી રહ્યું છે.તેમજ કેટલાક સ્થાને ભૂલો સ્વીકારીને તેને સુધારવા માટેનાં પગલાં લેવાની ખાતરી પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, મતદાર યાદીઓને લગતા નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ પગલાંઓ દ્વારા ચૂંટણી પંચ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

વિષય પર આધારિત વીડિયો તૈયાર કરવામાં આવ્યા 

ચૂંટણી પંચની સોશિયલ મીડિયા ટીમ "ટ્રુથ વર્સીસ ફોલ્સ નેરેટીવ"  વિષય પર આધારિત વીડિયો તૈયાર કરી રહી છે. જેની બાદ  વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવે છે. આ ઉપરાંત પંચની અધિકૃત વેબસાઇટ પર માઇથ વિરુદ્ધ રિઆઇલીટી નામનો એક વિભાગ છે.જે સોશિયલ મીડિયા પર ફરતા દાવાઓનું સત્ય તપાસીને હકીકતો રજૂ કરે છે. 

મતદારોના વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યા 

આ ઉપરાંત પંચની વેબસાઇટ અનુસાર વિવિધ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ પણ ખોટા કે ગેરમાર્ગે દોરનારા દાવાઓ અંગે સ્પષ્ટતાઓ આપે છે. જેને પંચ પોતાના અધિકૃત એકાઉન્ટ્સ દ્વારા શેર કરે છે. તેમજ પ્રથમ વખત મતદાન કરનારા મતદારોના વીડિયો પણ અપલોડ કરવામાં આવી રહ્યા છે. જેમાં તેઓ સમજાવે છે કે મતદાર ઓળખ કાર્ડ  માટે અરજી કરવી કેટલી સરળ છે.

હવે ફોર્મ- 6 સાથે વધારાના ઘોષણાપત્રની જરૂર નહીં રહે

જોકે, આ દરમિયાન છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચૂંટણી પંચે ઘણા મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ નિર્ણયો પાછા ખેંચ્યા છે.  જેમાં ફોર્મ-6 અને ફોર્મ-7 સંબંધિત નિર્ણયો નોંધપાત્ર છે. જેમાં જે રાજ્યોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ છે તેમાં હવે ફોર્મ- 6 સાથે  વધારાના ઘોષણાપત્રની જરૂર નહીં રહે. 

આ ઉપરાંત  ફોર્મ-7  જેમાં  મતદાર યાદીમાંની નોંધણીઓ સામે વાંધો ઉઠાવવા અથવા નામ દૂર કરવાની વિનંતી કરવા મ ઉપયોગ થાય છે. SIR પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચે પ્રતિ વ્યક્તિ 10 અરજીઓની મર્યાદા નક્કી કરી હતી. સામાન્ય સંજોગોમાં આ મર્યાદા દર મહિને પાંચ અરજીઓની હોય છે. પંચના જણાવ્યા અનુસાર મજબૂત આધાર વિના મોટી સંખ્યામાં વાંધાઓ રજૂ કરવામાં આવતા હોવાથી મતદારોને અસુવિધા થઈ રહી હતી.

 દરેક મતદારે સુનાવણી માટે કચેરીએ જવું ફરજિયાત રહેશે નહીં 

નોટિસ મેળવનાર વ્યક્તિઓને ઘરે જઈને સહાય 26 સપ્ટેમ્બરના એક નિર્ણય મુજબ, જે વ્યક્તિઓને વિસંગતતાઓને કારણે નોટિસ મળી છે, તેમને હવે 'બૂથ લેવલ ઓફિસર્સ'  દ્વારા સહાય મળી શકશે. BLOs જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા માટે આ વ્યક્તિઓના ઘરે જઈ શકે છે અને તેને ECINet સિસ્ટમમાં અપલોડ કરી શકે છે. હવે દરેક મતદારે સુનાવણી માટે કચેરીએ જવું ફરજિયાત રહેશે નહીં.

મતદારોને કોઈપણ ભૂલો સુધારવા માટે વધારાનો સમય મળશે 

આ ઉપરાંત પંચે દાવા અને વાંધાઓ રજૂ કરવાની અંતિમ તારીખ લંબાવીને 30 ઓક્ટોબર, 2026 કરી છે. આ નોટિસો અને દાવાઓના નિરાકરણ માટેની અંતિમ તારીખ 30 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આનાથી મતદારોને કોઈપણ ભૂલો સુધારવા માટે વધારાનો સમય મળશે.

નોંધણી કરવા માટે એક વિશેષ ઝુંબેશ

તેમજ  રાજ્યોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યાં પંચે નિર્દેશ આપ્યો છે કે પાત્ર વ્યક્તિઓ જેઓ અગાઉ મતદાર યાદીમાં રહી ગયા હતા. તેમની નોંધણી કરવા માટે એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે છે.  પશ્ચિમ બંગાળમાં, પાત્ર મતદારો પાસેથી અરજીઓ સ્વીકારવા માટે વિશેષ શિબિરો પણ યોજવામાં આવી છે.