Mon Oct 12 2026

Logo

ચીન સાથે પહેલીવાર થશે Corps Commander લેવલની બેઠક! LAC પર શું બોલ્યા CDS અનિલ ચૌહાણ

2026-09-06 12:49:32
Author: Mumbai Samachar Team
ચીન સાથે પહેલીવાર થશે Corps Commander લેવલની બેઠક! LAC પર શું બોલ્યા CDS અનિલ ચૌહાણ

ભારત-ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની લશ્કરી વાટાઘાટો રવિવારે પૂર્વીય ક્ષેત્રમાં-ખાસ કરીને અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પહેલી વાર બેઠક યોજાવાની છે. બંને દેશોના લશ્કરી અધિકારીઓ વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠક વાચા-દમાઈ બોર્ડર મિટિંગ પોઈન્ટ પર યોજાવાની છે. અરુણાચલ પ્રદેશના ઉપલા સુબાનસિરી જિલ્લાના તાકશિંગ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે તણાવના અહેવાલો વચ્ચે આ વાટાઘાટો થઈ છે. તણાવગ્રસ્ત માહોલમાં આ વાટાઘાટને સૌથી મોટી અને મહત્ત્વની માનવામાં આવે છે. આના પરથી ચીનનું ભારત તરફી સૈન્યની દ્રષ્ટિએ વલણ સ્પષ્ટ થાય એવી પૂર શક્યતાઓ સેવાઈ રહી છે.  સરહદ પરની વર્તમાન પરિસ્થિતિને સંબોધવા અને તણાવ ઓછો કરવાના પગલાંની ચર્ચા કરવા માટે બંને પક્ષોના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ વચ્ચેની આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 

શું કહ્યું જનરલ ચૌહાણે?

ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારતીય સેનાના 3 કોર્પ્સ (સ્પીઅર કોર્પ્સ) ના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ગિરીશ કાલિયા કરશે.  નાગાલેન્ડના રંગાપહારમાં મુખ્ય મથક ધરાવતી, 3 કોર્પ્સ અરુણાચલ પ્રદેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં LAC સાથેના ઓપરેશનલ વિસ્તારો માટે જવાબદાર છે. એક નિવેદનમાં ભૂતપૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ચીનને ભારત માટે લાંબા ગાળાનો અને વ્યાપક પડકાર ગણાવ્યો હતો. આ સાથે એવું નોંધ્યું કે, બંને દેશો વચ્ચેનો સરહદી વિવાદ હજુ પણ વણઉકેલાયેલો છે. આ અત્યારની વાત નથી આ પહેલા પણ ચીન તરફથી થયેલા છમકલાઓને ધ્યાને લઈને કહેવામાં આવી વાત છે.  તેમણે અવલોકન કર્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની પરિસ્થિતિ અંગે બંને પક્ષો વચ્ચે સંપૂર્ણ પરસ્પર સંમતિ નથી. તેમણે ભાર મૂક્યો કે, ભારત-ચીન સંબંધો ફક્ત સરહદી વિવાદ સુધી મર્યાદિત ન હોઈ શકે. 

સરહદી વિવાદની દ્રષ્ટિએ ન જોઈ શકાય

શનિવારે તીન મૂર્તિ ભવન સંકુલમાં ભારતની સુરક્ષા માટે જોખમો અને પડકારો એવા બેનર નીચે વ્યાખ્યાન દરમિયાન બોલતા, જનરલ ચૌહાણે જણાવ્યું હતું કે, ચીન ભારત માટે એક અલગ અને વધુ લાંબા ગાળાનો પડકાર ઊભો કરે છે. બંને રાષ્ટ્રો મુખ્ય એશિયન શક્તિઓ અને પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતી મોટી અર્થવ્યવસ્થાઓ છે. તેથી, તેમના સંબંધોને ફક્ત સરહદી વિવાદના પ્રિઝમ દ્વારા જોવું અયોગ્ય રહેશે. બંને દેશો સહયોગ અને સ્પર્ધા બંનેમાં જોડાય છે, જ્યારે પ્રાદેશિક અને વૈશ્વિક વ્યવસ્થા પર અલગ અલગ દ્રષ્ટિકોણ પણ ધરાવે છે. આ સંદર્ભને ધ્યાનમાં રાખીને, ચીન સાથે સંવાદ અને જોડાણ જાળવવું જરૂરી છે. સૈન્યની દ્રષ્ટિક કરતા અલગ જોવાની વાતને લઈને તેમણે એક સંકેત આપ્યો હતો. ભૂતપૂર્વ સીડીએસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરહદ પર સ્થિરતા જાળવવા માટે સતર્કતા, વિશ્વસનીય લશ્કરી ક્ષમતાઓ, સ્પષ્ટ કરારો અને તેમનું સતત પાલન મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, સરહદ વિવાદના ઉકેલ માટેના પ્રયાસો સાથે બંને રાષ્ટ્રો વચ્ચે વાતચીતની પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ.