નવી દિલ્હી: ભારતમાં આયોજીત બ્રિક્સ સમિટ 2026માં સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં ચીન અને ભારતે સાત વર્ષના લાંબા અંતરાલ બાદ એકબીજાની નીતિઓનું સમર્થન કર્યું છે. જે બે દેશો વચ્ચે સુધરતા રાજદ્વારી સબંધોના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
સાત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમજૂતી
જેમાં બ્રિક્સ સમિટ દરમિયાન ભારત અને ચીન વચ્ચે સાત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમજૂતી પણ સાધવામાં આવી હતી. જેમાં પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પરસ્પર વિશ્વાસના ત્રણ મુખ્ય સ્તંભો પર ભાર મૂક્યો હતો.
ભારત અને ચીન વચ્ચે 7 મુખ્ય મુદ્દાઓ પર સહમતિ
ભારત અને ચીન વચ્ચે 7 મુખ્ય મુદ્દાઓ પર સહમતિ સધાઈ હતી. જેમાં સંબંધોને વ્યૂહાત્મક અને દીર્ઘકાલીન દ્રષ્ટિકોણથી જોવામાં આવશે. આ ઉપરાંત મતભેદોને વિવાદોમાં ફેરવાવા દેવામાં આવશે નહીં. તેમજ સીમા વિવાદનો ન્યાયી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ શોધવામાં આવશે. જ્યારે વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવામાં આવશે.
આર્થિક અને વેપાર સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે
આ ઉપરાંત લોકો વચ્ચેના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવામાં આવશે.આ ઉપરાંત આર્થિક અને વેપાર સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે અને પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે. બંને દેશો સાથે મળીને કામ કરવું જોઇએ
આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સ્વીકાર્યું કે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા બે દેશો અને ગ્લોબલ સાઉથના મુખ્ય સભ્યો તરીકે બંને દેશોની મહત્વપૂર્ણ જવાબદારી છે અને તેમણે સાથે મળીને કામ કરવું જોઈએ. આ ઉપરાંત, બ્રિક્સ સમિટના બીજા દિવસે પીએમ મોદીએ કહ્યું કે આપણી વિવિધતા આપણી ઓળખ બની રહેવી જોઈએ અને આપણો સહયોગ આપણી પ્રેરણા બનવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વની નજર હાલ બ્રિક્સ સમિટની ફળશ્રુતિ પર છે. જેમાં ચીન સામાન્ય રીતે ભારત વિરુદ્ધ હોવાનું માનવામાં આવે છે તે હવે યુએનએસસીમાં ભારતનું સમર્થન કરશે. જે અંગે ચીને નવી દિલ્હી ઘોષણાપત્ર પર પણ હસ્તાક્ષર કર્યા છે.
આ ઉપરાંત બ્રિક્સ સમિટ ભારતના જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી હતી. જે અંગે તમામ સભ્ય દેશોએ સર્વસંમતિથી સંમતિ વ્યક્ત કરી હતી.
મનસ્વી ટેરિફ વિરુદ્ધ ઠરાવ પસાર
જ્યારે બ્રિક્સે મધ્ય પૂર્વમાં શાંતિ માટે ભારતના લાંબા સમયથી ચાલતા હિમાયતને સમર્થન આપ્યું છે. તેમજ બધા રાષ્ટ્રોએ સામૂહિક રીતે ટેરિફને લગતી મનસ્વી પ્રથાઓ વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો.