Tue Nov 10 2026

Logo

ચક્રવાતી તોફાન 'મુરાસુ'ના કારણે ચેન્નઈમાં આજે શાળા-કોલેજમાં રજા, લોકોને એલર્ટ રહેવા સૂચના

2026-11-02 08:10:00
Author: Vimal Prajapati
ચક્રવાતી તોફાન 'મુરાસુ'ના કારણે ચેન્નઈમાં આજે શાળા-કોલેજમાં રજા, લોકોને એલર્ટ રહેવા સૂચના

ચેન્નઈઃ બંગાળની ખાડીમાં અત્યારે ચક્રવાત મુરાસુ સક્રીય થયું છે. જેની અસર દક્ષિણ ભારતના દરિયાઈ વિસ્તારોમાં જોવા મળી રહી છે. આ ચક્રવાતની ચેતવણીના કારણે તમિલનાડુના ચેન્નઈ અને તિરૂવલ્લુરમાં આજે દરેક શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે આંધ્ર પ્રદેશમાં પણ તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝાડું જેમ જેમ નજીક આવશે તેમ તેની રફ્તાર 110 કિમી પ્રતિકલાકની હશે. જેથી તંત્રએ સંભવિત પ્રભાવિત વિસ્તારોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે. 

ચેન્નઈ અને તિરૂવલ્લુર જિલ્લામાં કલેક્ટરે રજા જાહેર કરી

વાવાઝોડાની સ્થિતિને જોતા ચેન્નઈ જિલ્લા કલેક્ટર અને તિરૂવલ્લુર જિલ્લા કલેક્ટર દ્વારા આજે જિલ્લામાં તમામ શિક્ષણ સંસ્થાનોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો આદેશ આપી રજા જાહેર કરી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા માટે જિલ્લા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા તમિલનાડુમાં મહેસૂલ વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા પણ ચેતવણી જાહેર કરવામાં આવી હતી અને તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવા માટે અપીલ કરી હતી. 

 

ચક્રવાતી તોફાન 'મુરાસુ' માં તીવ્ર બન્યું

હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે દક્ષિણપશ્ચિમ અને નજીકના બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન 'મુરાસુ' માં તીવ્ર બન્યું છે. આ વાવાઝોડું છેલ્લા છ કલાકમાં 20 કિમી પ્રતિકલાકની ઝડપે ઉત્તર -પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આજે મધ્યરાત્રિએ 2:30 વાગ્યે, તે ચેન્નાઈથી લગભગ 260 કિલોમીટર પૂર્વ-ઈશાન દિશામાં કેન્દ્રિત હતું. આ ઉપરાંત, આ વાવાઝોડું નેલ્લોરથી 290 કિલોમીટર, મછલીપટ્ટનમથી 320 કિલોમીટર અને ઓંગોલથી લગભગ 330 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું. આ વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે.