Sun Oct 18 2026

Logo

નારાજ પત્નીને મનાવવા પતિ 200 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગયો

2026-09-07 20:44:18
Author: Yogesh C. Patel
નારાજ પત્નીને મનાવવા પતિ 200 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગયો

નાંદેડ: ઝઘડા પછી નારાજ થઈને પિયર જતી રહેલી પતિને મનાવી પાછી ઘરે લાવવાના પ્રયાસ રૂપે પતિ 200 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચીઢી ગયો હોવાની ઘટના નાંદેડ જિલ્લામાં બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ મુખેડ તાલુકાના બેટમોગરા ખાતે રહેતા શાદુલ શેખ (40)ને બોલવા-સાંભળવાની તકલીફ હતી. તેની પત્ની પણ આ જ સમસ્યાથી પીડાતી હતી. થોડા દિવસ પહેલાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. ઉગ્ર બોલાચાલી પછી પત્ની પિયર રહેવા જતી રહી હતી.

કહેવાય છે કે પત્નીને પાછી ઘરે લાવવા સોમવારની સવારે આઠ વાગ્યાની આસપાસ 200 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. શેખને જોઈ મોટી સંખ્યામાં રાહદારીઓનું ટોળું જમા થયું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો પણ પહોંચી ગયા હતા.
શેખ સાસરિયાં સુધી સંદેશો પહોંચાડવા માગતો હતો કે તેની પત્નીને સમજાવીને ફરી ઘરે મોકલાવી દે. પત્ની ઘટનાસ્થળે પહોંચી ત્યારે શેખ ટાવર પરથી નીચે ઊતર્યો હતો.

(પીટીઆઈ)