ભાવનગર જિલ્લા સહિત તળાજા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે.
તળાજા શહેર તેમજ આજુબાજુના ગામોમાં રાત્રિના સમયે વરસાદી ઝાપટાં સાથે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમી તથા બફારાથી લોકોને રાહત મળી હતી.
લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશી અને આશા જોવા મળી રહી છે. ખેતી માટે વરસાદની જરૂરિયાત વચ્ચે મેઘરાજાની મહેર થતાં પાકને ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં ફરી વરસાદી માહોલ સક્રિય થતાં આગામી સમયમાં પણ વધુ વરસાદ થાય તેવી શક્યતા વચ્ચે લોકો મેઘરાજાની વધુ મહેરની રાહ જોઈ રહ્યા છે.