Tue Nov 10 2026

Logo

હૅરી બ્રૂક વન-ડેનો ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરિયન બની ગયો

Rawalpindi   2026-10-22 21:09:53
Author: Ajay Motiwala
હૅરી બ્રૂક વન-ડેનો ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરિયન બની ગયો

રાવલપિંડીઃ ઇંગ્લૅન્ડનો બૅટ્સમૅન હૅરી બ્રૂક (202 રન, 116 બૉલ, 159 મિનિટ, 10 છગ્ગા, 21 ચોગ્ગા) ગુરુવારે વન-ડે ક્રિકેટનો સૌથી ઝડપી ડબલ સેન્ચુરિયન બન્યો હતો. તેણે અહીં પાકિસ્તાનમાં ટ્રાયેન્ગ્યુલર ટૂર્નામેન્ટમાં શ્રીલંકા સામે 114 બૉલમાં 200 રન પૂરા કર્યા હતા.

એ સાથે, બ્રૂક (Brook)એ શુભમન ગિલનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો. ગિલે ગયા મહિને ગુવાહાટીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 117 બૉલમાં 200 રન પૂરા કર્યા હતા.

બ્રૂકે ઇંગ્લૅન્ડ વતી એક વન-ડે (ODI)માં સૌથી વધુ રન બનાવનાર બેન સ્ટૉક્સ (182 રન)નો રેકૉર્ડ પણ તોડી નાખ્યો હતો અને તે પાકિસ્તાનમાં વન-ડે ડબલ સેન્ચુરી કરનાર પ્રથમ ખેલાડી પણ બન્યો હતો.

આ પહેલાં, પાકિસ્તાનની ધરતી પર ગૅરી કર્સ્ટનના 188 અણનમ (1996ના વર્લ્ડ કપમાં યુએઇ સામે) હાઇએસ્ટ હતા. બ્રૂકના 202 રનની મદદથી ઇંગ્લૅન્ડે 50 ઓવરમાં ચાર વિકેટે 429 રન બનાવ્યા હતા.