Wed Nov 11 2026

Logo

ગુજરાતના સુઈગામમાં પિતાએ પુત્રને પેટ્રોલ છાંટીને સળગાવી દીધો, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી

2026-10-16 20:10:48
Author: Chandrakant Kanoja
ગુજરાતના સુઈગામમાં પિતાએ પુત્રને પેટ્રોલ છાંટીને સળગાવી દીધો, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી

સુઈગામ: ગુજરાતના વાવ થરાદ જિલ્લાના સુઈગામમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સુઈગામમાં  પિતાએ અઢી વર્ષના માસુમ પુત્ર ઉપર પેટ્રોલ છાંટીને  સળગાવી દીધો હતો. તેમજ  પુત્રના મોત બાદ મોતનું સાચું કારણ છુપાવવા માટે પિતાએ તેની લાશને સ્મશાનમાં લઈ જઈને દાટી દીધી હતી. જોકે સમગ્ર બનાવની જાણ થતાં કુટુંબીએ હત્યારા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

સમાજના સ્મશાનમાં પુત્રની લાશને દાટી દીધી હતી

આ અંગે મળતી વિગતો મુજબ  સુઈગામના રાવળવાસમાં રહેતા અશોક જીતાભાઈ રાવળે 13 ઓક્ટોબરના બપોરે આશરે 1:00 થી 2:00ના અરસામાં પોતાના અઢી વર્ષના પુત્ર નવઘણ ઉપર પેટ્રોલ છાટી સળગાવી દીધો હતો. ત્યારબાદ તેને દવાખાને લઈ ગયો હતો જ્યાં તેનું મોત થયું હતું. જોકે આ વાતને છુપાપવા માટે સમાજના સ્મશાનમાં પુત્રની લાશને દાટી દીધી હતી. જે અંગેની જાણ તેના કાકા બાબુબાઈ રાવળે હત્યારા ભત્રીજા અશોક રાવળ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી

આ ફરિયાદ બાદ પોલીસ અધિકારીની હાજરીમાં દફનસ્થળ ખોદાવીને બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. સુઈગામ પોલીસે અશોક વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપસર કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.