Sat Sep 12 2026

Logo

ગુજરાતના શામળાજીમાં પતિએ પત્નીની કુહાડીથી હત્યા કરી, પોલીસે આરોપીની ધરપકડ કરી

2026-08-25 20:40:54
Author: Chandrakant Kanoja
ગુજરાતના શામળાજીમાં પતિએ પત્નીની કુહાડીથી હત્યા કરી, પોલીસે આરોપીની ધરપકડ કરી

શામળાજી: ગુજરાતના અરવલ્લી જિલ્લાના શામળાજીમાં ઘરકંકાસના પગલે પતિએ પત્નીને માથામાં કુહાડીથી હુમલો મારીને હત્યા કરી હતી. જેની બાદ પતિ પત્નીની લાશ પાસે બેસી રહ્યો હતો. તેમજ ઘરે આવેલા પુત્રને કહ્યું હતું કે માં નથી બોલતી કદાચ મરી ગઇ છે. 

પત્નીના માથા પર કુહાડીથી હુમલો કર્યો

તેમજ આ ઘટના સમગ્ર વિસ્તારમાં  સનસનાટી મચી  હતી. તેમજ પતિ પત્ની વચ્ચેના  સાથે ઝઘડા દરમિયાન પત્નીની ચીસો સાંભળીને નજીકમાં રહેતી બે મહિલાઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, આરોપીનો ગુસ્સો જોઈને મહિલાઓ ગભરાઈ ગઈ હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન પતિએ તેની પત્નીના માથા પર કુહાડીથી હુમલો કર્યો. જેના કારણે તે લોહીથી લથપથ થઈને જમીન પર ઢળી પડી હતી. 

પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી 

આ ઘટના શામળાજી પોલીસ સ્ટેશનના હદાયરા હેઠળ આવેલા શામળાપુરમાં બની છે. આ ઘટનાની જાણ થતાં પાડોશીઓ અને અન્ય સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જોકે, લોકો એકત્ર થતાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ, પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિ પ્રભુદાસ ગામેતીની ધરપકડ કરી હતી.

મૃતક કૈલાશબેનના પુત્ર દીપકની ફરિયાદના આધારે  કેસ નોંધ્યો

આ કેસમાં પોલીસે મૃતક કૈલાશબેનના પુત્ર દીપકની ફરિયાદના આધારે  કેસ નોંધ્યો છે. આ  ફરિયાદમાં દીપકે જણાવ્યું હતું કે શુક્રવારે તે ગામના કાલિકા માતાજી મંદિરમાં બાંધકામ પ્રોજેક્ટ પર મજૂર તરીકે કામ કરવા ગયો હતો. જ્યારે તે ત્યાં હતો ત્યારે તેના સંબંધી સંજયભાઈએ બપોરે તેને તાત્કાલિક ઘરે પાછા ફરવાનું કહ્યું હતું. 

પતિ-પત્ની વચ્ચે ઘરકામને લઈને ઝઘડો થયો

પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ  બપોરે પતિ-પત્ની વચ્ચે ઘરકામને લઈને ઝઘડો થયો હતો. કૈલાશબેનની બૂમો સાંભળીને પાડોશીઓ નીલમબેન અને વિનીતાબેન ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.તેમજ આરોપી પતિનો ગુસ્સો જોઈને તેઓ પણ ગભરાઈ ગયા હતા.