Thu Sep 10 2026

Logo

ગુજરાતના 201 તાલુકામાં વરસાદ, સીએમ ભૂપેન્દ્ર પટેલે SEOCની મુલાકાત લીધી

2026-08-01 08:28:00
Author: Chandrakant Kanoja
ગુજરાતના 201 તાલુકામાં વરસાદ, સીએમ ભૂપેન્દ્ર પટેલે SEOCની મુલાકાત લીધી

ગાંધીનગર: ગુજરાતમાં 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 201 તાલુકાઓમાં  વરસાદ નોંધાયો છે. જેની સાથે રાજ્યમાં મોસમનો 61.50 ટકા વરસાદ વરસી ગયો છે. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે મોડી રાત્રે SEOCની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા છે. તેમણે  રાજ્યમાં વરસાદની પરિસ્થતિનો તાગ મેળવ્યો હતો. 

જામનગર- બરોડામાં એરફોર્સના હેલિકોપ્ટર તૈયાર 

આ ઉપરાંત શનિવારે  રાજ્યના 10 જિલ્લામાં રેડ એલર્ટની સંભાવનાને પગલે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપી છે. અમદાવાદ, નવસારી અને સુરતમાં 2-2  આર્મીની કોલમ  જરૂર જણાયે તંત્રની મદદ માટે તૈનાત કરવામાં આવી છે. જ્યારે  જામનગર, બરોડા માં એરફોર્સના હેલિકોપ્ટર તૈયાર રાખવામાં આવ્યા છે. 

ડૉ. જયંતિ રવીએ  પણ SEOC ની મુલાકાત લીધી હતી 

આ પૂર્વે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવીએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ની મુલાકાત લીધી હતી.

તમામ ટીમોને 24 કલાક એલર્ટ મોડ પર રહેવા આદેશ 

તેમણે  રાહત કમિશનર  ગૌરાંગ મકવાણા પાસેથી સમગ્ર સ્થિતિની વિગતો મેળવ્યા બાદ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ તમામ ટીમોને 24 કલાક એલર્ટ મોડ પર રહેવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.