અમદાવાદઃ રાજ્યમાં સિઝનનો 69.36 ટકા વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 226 તાલુકામાં વરસાદ પડ્યો છે. વરસાદના ત્રીજા રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 26 ડેમ છલકાઈ ગયા છે. રાજ્યમાં 34 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ક્યા 26 ડેમ 100 ટકા ભરાયા
રાજુલાનો ધાતરવાડી, રાજુલાનો ધાતરવાડી-2, સાવરકુંડલાનો સુરજવાડી, નેત્રંગનો બલદેવા, નેત્રંગનો પિંગુટ, ઝઘડીયાનો ધોળી, મહુવાનો રોજકી, પાલિતાણાનો ખારો, મહુવાનો માલણ, પાલિતાણાનો શેત્રુંજી, પાલિતાણાનો હણોલ, રાપરનો ફતેહગઢ, બાલાસિનોરનો વણાંકબોરી, મોરબીનો મચ્છુ-2, હળવદનો બ્રહ્માણી, સાગબારાનો ચોપડવાવ, વાંસદાનો જૂજ ડેમ, વાંસદાનો કેલીયા, રાજકોટનો લાલપરી, માંડવીનો લખીગામ, ધ્રાંગધ્રાનો ફલકુ, વઢવાણનો ધોળીધજા, મુળીનો નાયકા, ચોટીલાનો ત્રિવેણી થાંગા, સોનગઢનો ડોસવાડા ડેમ 100 ટકા ભરાઈ ગયા છે.
જ્યારે ઉમરાળાનો રંઘોળા 99.65 ટકા, મોરબીનો ઘોડાધ્રોઈ 96.98 ટકા, ધારીનો ખોડીયાર 96.83 ટકા, સાગબારાનો કાકડી-આંબા 95.9 ટકા, ખાંભાનો રાયડી 95.24 ટકા, બરવાળાનો ખાંભડા 94.1 ટકા, મુળીનો સબુરી 92.67 ટકા, તળાજાનો પીંગળી 90.05 ટકા ભરાયેલા છે.

આ ડેમ છે એલર્ટ
ગીર-ગઢડાનો રાવલ, ધોરાજીનો ભાડેર-2, ગઢડાનો કાળુભાર, લીમખેડાનો ઉમરિયા, પાલિતાણાનો રજાવળ, કવાંટનો રામી, પડધરીનો ખોડાપીપર, જેતપુર પાવીનો સુખી ડેમ એલર્ટ રાખવામાં આવ્યા છે. જ્યારે સાયલાનો લીમ-ભોગાવો 1, સાવરકુંડલાનો શેલ દેદુમલ, પડધરીનો ન્યારી-2 તથા બોટાદનો કાનીયાડ ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
સરદાર સરોવર ડેમની શું છે સ્થિતિ
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. હાલ સરદાર સરોવર ડેમ 77.17 ટકા ભરાયો છે.