સ્લીપર બસમાં ભીષણ આગ, મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ
નોઈડાઃ ઉત્તર પ્રદેશના મહાનગર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર સ્લિપર બસ અગનગોળો બની ગઈ હતી. આ ઘટનામાં 9 વ્યક્તિઓના મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં મોતનો આંકડો વધી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે, જ્યારે ઘટના બની એ સમયે બસની અંદર 35 લોકો હતા. કેટલાક લોકો આગમાં ભડથું થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ વિગત સામે આવી છે. ફાયરફાઈટર્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ ઠારી હતી. યમુના એક્સપ્રેસવે પર મુસાફરી કરી રહેલી એક પ્રવાસી બસમાં અચાનક આગ લાગી ગઈ. આ ઘટના નોઈડાથી લગભગ 34 કિલોમીટર દૂર આવેલા જેવાર કાર્ગો એરપોર્ટ નજીક બની હતી. સળગતી બસનો એક ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે.
જીવ બચાવવા માટે બારીમાંથી કુદ્યા
આગ લાગતા જ મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પરિસ્થિતિ એવી હતી કે જીવ બચાવવા માટે સમયસર બસમાંથી નીચે કૂદકો મારવો પડ્યો. થોડી જ ક્ષણોમાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી. યમુના એક્સપ્રેસ વેથી 32 કિમી આગળ આ ઘટના બની હતી. આ વિસ્તાર ઝેવર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. સમગ્ર કેસ અંગે JCP રાજીવ નારાયણ મિશ્રાએ કહ્યું હતું કે,બસમાં આગ લગતા જ બસમાં પ્રવાસીઓની બૂમ શરૂ થઈ ગઈ હતી. લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી જ કુદવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં કુલ 9 વ્યક્તિઓના મોત થયા છે. આ બસમાં કુલ 50 જેટલા પ્રવાસીઓ હતા.આ ઘટના ગુરૂવારની મોડી રાત્રે બની છે. ગણતરીની સેકન્ડમાં જ આગ અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની ટીમે ભારે મહેનત કરવી પડી હતી. વહેલી સવાર સુધી કુલડાઉન કરવા માટેની પ્રક્રિયા ચાલુ રહી હતી.
મૃત્યુઆંક વધવાની શક્યતા
કેટલાક લોકોના મૃતદેહ હજું પણ અંદર હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ફાયરવિભાગની ટીમનું એવું કહેવું છે કે, રેસક્યૂ ઑપરેશન કરવામાં આવશે અને અંદર પછીથી જ જવામાં આવશે. એ પછી ખ્યાલ આવશે કે, કેટલા મૃતદેહ અંદર છે. સમગ્ર ઘટનાને લઈ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્પષ્ટતા કરી છે કે, જીવ ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના છે. ઈજાગ્રસ્ત ઝડપથી સ્વસ્થ થાય એ માટે તબીબી અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તને બેસ્ટ સુવિધા આપવામાં આવે, ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા આ પીડિતોને પ્રાથમિકતા આપવામાં આવે. મૃતકોના પરિવારજનોને દરેક શક્ય મદદ કરવા માટેની ખાતરી આપી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો સાથે વાતચીત પણ કરી છે. આ બસ રાજ ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળ્યું છે. જે દિલ્હીથી મહોબા જઈ રહી હતી. યુપી અને મધ્ય પ્રદેશમાં ટ્રાવેલ્સની સર્વિસ ચાલી રહી છે.
પ્રવાસીને મદદ કરવા પ્રયાસ
હાલમાં આગ લાગવા પાછળનું કોઈ સચોટ કારણ સામે આવ્યું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પ્રવાસીઓની પૂછપરછ કરી હતી જ્યારે ઈજાગ્રસ્તનો સારવાર માટે હોસ્પિટલ રવાના કરાયા હતા. આ ઘટના અન્ય અન્ય જાણકારી લેવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. ટ્રાવેલ્સના માલિકની પણ પૂછપરછ થઈ શકે છે. સ્થાનિકોએ પણ પ્રવાસીઓને મદદ કરવા માટે પ્રયાસ કર્યા હતા.