Wed Oct 07 2026

Logo

બેચલર્સ માટે ‘નો એન્ટ્રી’ હવે નહીં ચાલે: GIFT સિટીમાં સિંગલ્સને સરળતાથી મકાન મળે તે માટે બનશે નવી પોલિસી

2026-09-25 09:09:45
Author: Mayur Patel
બેચલર્સ માટે ‘નો એન્ટ્રી’ હવે નહીં ચાલે: GIFT સિટીમાં સિંગલ્સને સરળતાથી મકાન મળે તે માટે બનશે નવી પોલિસી

અમદાવાદ: ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ-ટેક (GIFT) સિટીના અધિકારીઓ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. અપરિણીત યુવાનોને કેમ્પસમાં રહેણાંક મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આવાસની સુવિધા આપવા વિચાણા થઈ રહી છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ પગલા તરીકે સત્તામંડળ રજિસ્ટ્રાર ઓફ કૉ-ઓપરેટિવ સોસાયટીઝને પત્ર લખીને તેમની દરમિયાનગીરી માગવા પર વિચાર કરી રહ્યું છે, જેથી ગિફ્ટ સિટીની અંદર આવેલી કોઈપણ હાઉસિંગ સોસાયટીને અપરિણીત કે સિંગલ લોકોને મકાન આપવાનો ઇનકાર કરતા પેટાનિયમો (બાયલોઝ) બનાવવાની મંજૂરી ન મળે.

સૂત્રોએ પુષ્ટિ કરી છે કે આ નિર્ણય ગિફ્ટ સિટીના અધિકારીઓ દ્વારા નવી 'બિઝનેસ એકોમોડેશન પોલિસી' શરૂ કરવાની એક મોટી યોજનાનો ભાગ છે. આ નીતિનો હેતુ નોકરી, વ્યવસાય, તાલીમ, શૈક્ષણિક અને સત્તાવાર હેતુઓ માટે રોકાતા લોકો માટે ગિફ્ટ સિટીના રહેણાંક એકમોમાં વ્યાવસાયિક રીતે સંચાલિત બિઝનેસ એકોમોડેશનનું એક નિયમનકારી માળખું ઊભું કરવાનો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઓછામાં ઓછા 25,000 લોકો કામ કરે છે, જેમાંથી નોંધપાત્ર સંખ્યા સિંગલ અથવા અન્ય સ્થળોએથી સ્થળાંતર કરીને આવેલા લોકોની છે. બેચલર કર્મચારીઓને ઘર શોધવામાં પડતી મુશ્કેલીઓની ફરિયાદો ગિફ્ટ સિટીના વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે તેમની કંપનીમાં એટ્રિશન રેટ ઘણો ઊંચો હતો.  ઘણા કર્મચારીઓ ગાંધીનગરમાં મકાન શોધવાની મુશ્કેલીઓને કારણે અન્ય શહેરોમાં બદલી માંગી રહ્યા હતા. સૂત્રએ ઉમેર્યું કે, આ પ્રશ્નો ગિફ્ટ સિટીના હોદ્દેદારો સાથેની બેઠકોમાં ઉઠાવવામાં આવ્યા હતો. ગિફ્ટ સિટી બહારની એક રેસિડેન્શિયલ સોસાયટીએ પીજી આવાસ પર પ્રતિબંધ મૂકતા પેટાનિયમો બદલ્યા ત્યારે સિંગલ પ્રોફેશનલ્સને મકાન ખાલી કરવાની ફરજ પડી હતી.

સૂત્રોએ જણાવ્યું કે, કર્મચારીઓ અન્ય રાજ્યો અને અન્ય દેશોમાંથી પણ ઘણીવાર પોતાના પરિવારોને પાછળ છોડીને ગિફ્ટ સિટીમાં આવે છે. અહીં આવાસ એ રોજગાર કે શિક્ષણ માટે અવરોધ ન બનવું જોઈએ.

વધુ જુઓ...