નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરની સત્તાધારી નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ અને પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ પાકિસ્તાન અને કાશ્મીરીઓને લઈને એક અત્યંત વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. ફારૂક અબ્દુલ્લાના આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ભાજપે તેમના આ નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતા આકરી ટીકા કરી છે. આ નિવેદનના કારણે અત્યારે મોટો રાજકીય વિવાદ સર્જાયો છે.
ફારૂક અબ્દુલ્લાએ કેવું નિવેદન આપ્યું હતું?
નેશનલ કોન્ફરન્સના કાર્યક્રમમાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, “કેન્દ્ર સરકાર (દિલ્હી) પાસે કાશ્મીરીઓ ન્યાયની અપેક્ષા રાખી શકે નહીં. જો કાશ્મીરીઓ પોતાના હકો માટે લડવાની હિંમત નહીં રાખે, તો તેમની ઓળખ અને અસ્તિત્વ બંને નાબૂદ થઈ જશે”. ત્યારબાદ આગળ દાવો કર્યો કે, “આજે દિલ્હીના ઈરાદા કાશ્મીરીઓ પ્રત્યે યોગ્ય નથી. પાડોશી દેશ (પાકિસ્તાન) વૈશ્વિક મંચો પર કાશ્મીર મુદ્દો સતત ઉઠાવી રહ્યો છે, જેના કારણે દિલ્હી અત્યારે શાંત છે. એક રીતે પાકિસ્તાન જ કાશ્મીરીઓના અસ્તિત્વનું રક્ષણ કરી રહ્યું છે”. જોકે, આ વિવાદ વચ્ચે જમ્મુ-કાશ્મીરના વર્તમાન મુખ્ય પ્રધાન અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાએ પિતાના નિવેદન પર મૌન સેવ્યું છે.
Baramulla, Jammu and Kashmir: National Conference President Farooq Abdullah says, "They are completely independent. When I saw those documents, what can you expect from Delhi? Do you expect them to deliver justice for you? Have the courage to fight, or you will be wiped out, and your identity will disappear. They are silent today because of the pressure from the world. Our neighbour is constantly after them. He goes everywhere saying that the Kashmir issue has not been resolved. He is protecting us; otherwise, their intentions are not good."
— IANS (@ians_india) October 24, 2026
ફારૂક અબ્દુલ્લા સામે દેશદ્રોહનો ગુનો નોંધવા માંગણી
ફારૂક અબ્દુલ્લાના આ વલણ સામે ભાજપના નેતાઓએ મોરચો માંડ્યો છે અને તેને દેશદ્રોહ સમાન ગણાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય કારોબારી સભ્ય રવિન્દર રૈનાએ જણાવ્યું કે, ફારૂક અબ્દુલ્લા દેશદ્રોહીઓના ઈશારે બોલી રહ્યા છે. પાકિસ્તાન દાયકાઓથી નિર્દોષ કાશ્મીરીઓ, બાળકો અને મહિલાઓનો હત્યારો રહ્યો છે. તેમણે સવાલ કર્યો કે શું ફારૂક અબ્દુલ્લા પહલગામ ત્રાસવાદી હુમલો અને આતંકવાદીઓની બર્બરતા ભૂલી ગયા છે?
Delhi: On Farooq Abdullah's statement regarding Kashmir, BJP National Spokesperson RP Singh says, "What has Pakistan, which Farooq Abdullah is praising, actually given to this part of Kashmir? Terrorism, separatism, turning people into stone-pelters and teaching children stone-pelting - this is all that Pakistan has done. Since 2019, Kashmir has become part of the mainstream. Today, around two crore tourists visit Kashmir every year, compared to approximately 20 lakh earlier. Besides, the world's highest bridge has also been built in Kashmir, connecting it with Jammu..."
— IANS (@ians_india) October 24, 2026
આ સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા આર.પી. સિંહે ફારૂક અબ્દુલ્લાને અરીસો બતાવતા કહ્યું કે, તેઓ પહેલા PoKના લોકોની બદતર સ્થિતિ જુએ. કલમ 370 હટાવ્યા પછી કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ બની દેશના વિકાસ સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે અને કરોડો પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે. ભાજપના નેશનલ કાઉન્સિલ મેમ્બર યામિની શર્માએ આક્ષેપ કર્યો કે, ફારૂક અબ્દુલ્લા પાકિસ્તાનની ભાષા બોલીને ભારતીય બંધારણ અને દેશભક્ત કાશ્મીરીઓનું અપમાન કરી રહ્યા છે. જે દેશના આતંકવાદે કાશ્મીરમાં હજારો નિર્દોષોના બલિદાન લીધા છે, તેને જ રક્ષક ગણાવવો એ દેશદ્રોહ સમાન છે.