બર્મિંગમઃ ઇંગ્લૅન્ડે પાકિસ્તાન સામે સિરીઝની પહેલી બન્ને ટેસ્ટ જીતીને 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધા બાદ હવે અહીં ત્રીજી અને અંતિમ ટેસ્ટ (Test)માં પણ બ્રિટિશ ટીમ વિજયની દિશામાં આગળ વધી રહી છે. ગુરુવારના બીજા દિવસે વરસાદને લીધે રમત પૂરી થયેલી જાહેર કરવામાં આવી ત્યારે પાકિસ્તાન (Pakistan)નો બીજા દાવનો સ્કોર બે વિકેટે બાવન રન હતો.
પાકિસ્તાનની ટીમ સાત ખેલાડીઓની હકાલપટ્ટીને કારણે `ન્યૂ લૂક' ગણાય છે અને આ ટીમ પ્રથમ દાવમાં માત્ર 133 રનમાં આઉટ થઈ ગયા પછી ઇંગ્લૅન્ડે 453 રન બનાવીને 320 રનની જંગી સરસાઈ લીધી હતી.
ઇંગ્લૅન્ડના 453 રનમાં પાંચ બૅટ્સમેનની હાફ સેન્ચુરી સામેલ હતીઃ એમિલિયો ગે (60), હૅરી બ્રૂક (75), ડૅન લૉરેન્સ (65), વિકેટકીપર જૅમી સ્મિથ (69) અને ઑલી રૉબિન્સન (50).
બાબર આઝમના સુકાનમાં પાકિસ્તાન એ સરસાઈ નીચે દબાઈ રહ્યું છે. બીજા દાવમાં પાકિસ્તાન હજી 268 રનથી પાછળ હતું અને જૉ રૂટના સુકાનમાં ઇંગ્લૅન્ડ એક દાવથી જીતી શકે એમ છે.