Sat Oct 10 2026

Logo

ચૂંટણી પંચમાં અંદર જ રંધાઈ રહ્યું છે કંઈક મોટું? SIR વિવાદ વચ્ચે સપાટી પર આવ્યા ચોંકાવનારા મતભેદો!

2026-09-23 14:16:00
Author: Mumbai Samachar Team
ચૂંટણી પંચમાં અંદર જ રંધાઈ રહ્યું છે કંઈક મોટું? SIR વિવાદ વચ્ચે સપાટી પર આવ્યા ચોંકાવનારા મતભેદો!

નવી દિલ્હીઃ દેશના ચૂંટણીપંચને લઈ ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વિપક્ષે પણ ચૂંટણીપંચની ભૂમિકા પર આ વખતે ગંભીર પ્રશ્નો ઊઠાવ્યા છે. ખાસ કરીને SIRની પ્રક્રિયાને લઈ પંચ સામે કેટલાક મુદ્દાઓ ખૂબ જ સંવેદનશીલ મનાય રહ્યા છે. એવામાં હવે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, બન્ને ચૂંટણીપંચ અને મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર વચ્ચે SIRને લઈ મતભેદ હતો જે હવે ઉપરની સપાટી પર આવ્યો છે.  વિપક્ષે આ અહેવાલને મુદ્દો બનાવીને પ્રહારો શરૂ કર્યા છે. હવે આ બાબતે ચૂંટણી પંચ તરફથી પ્રતિક્રિયા આવી છે. 

અહેવાલ સાચો કે ખોટો?
પંચના અધિકૃત સૂત્રોએ એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે જેમાં SIR જેવા નિર્ણયો અંગે ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદ હોવાનું જણાવાયું હતું. પંચના સૂત્રોનું કહેવું છે કે, SIR સંબંધિત નિર્ણયો સહિતના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. તેમાં બંને ચૂંટણી કમિશનરો તથા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની મંજૂરી સામેલ હતી. વિપક્ષ આ મુદ્દે ચૂંટણી પંચને નિશાન બનાવી રહ્યું છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે, અને કપિલ સિબ્બલે પણ આ અંગે સવાલો ઉઠાવ્યા છે. આ મુદ્દાઓનો દાયરો માત્ર SIR  પૂરતો જ મર્યાદિત નથી. સૂત્રોના એક રિપોર્ટ અનુસાર ચૂંટણી અધિકારી સુખબીર સિંહ સંધુ અને વિવેદ જોશીએ અનેક નિર્ણય તથા આદેશ પર વાંધો ઊઠાવ્યો હતો. જેમા નવા મતદાતાઓના રજીસ્ટ્રેશન, વોટર લીસ્ટ, નામ દૂર કરવા, ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી સંબંધિત ડેટા, આઈટી સિસ્ટમ અને આયોગ અંદર નિર્ણયની પ્રક્રિયા જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. 

કેબિનેટ સચીવને પત્ર લખ્યો
એવું જાણવા મળ્યું છે કે, બંને કમિશનરો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ મુખ્ય ચૂંટણી કમિશનરને પણ મોકલી આપવામાં આવ્યા છે. સૂત્રોનો એવો પણ દાવો છે કે, બંને કમિશનરોએ કેબિનેટ સચિવને પત્ર લખ્યો હતો, જોકે કમિશનના અધિકૃત સૂત્રો નિર્ણયો અંગેના- જેમાં SIR ને લગતા નિર્ણયોનો પણ સમાવેશ થાય છે - મતભેદોની કોઈપણ ચર્ચાને નકારી રહ્યા છે. ચૂંટણી પંચના અધિકૃત સૂત્રો જણાવે છે કે, SIR અંગેનો નિર્ણય ત્રણેય કમિશનરોની મંજૂરીથી લેવામાં આવ્યો હતો. પંચના જણાવ્યા અનુસાર, ભારતના ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરોની સહમતી સામેલ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો, પંચે એ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે કે SIR અંગેના નિર્ણયને લઈને ઉચ્ચ સ્તરે કોઈ મતભેદ નહોતા.

કાયદાનો ઉલ્લેખ
ચૂંટણી પંચના સૂત્રોએ પંચની કામગીરી અંગે 2023ના કાયદાની કલમ 18નો પણ ઉલ્લેખ કર્યો છે. આ જોગવાઈ મુજબ, પંચનું કામકાજ શક્ય હોય ત્યાં સુધી સર્વસંમતિથી થવું જોઈએ. જો કોઈ મુદ્દા પર મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદ હોય, તો બહુમતીના અભિપ્રાયના આધારે નિર્ણય લેવામાં આવે છે. સૂત્રોએ નોંધ્યું હતું કે બેઠકો દરમિયાન ઉદ્ભવતા ભિન્ન મંતવ્યો એ લેવાયેલા અંતિમ નિર્ણયથી અલગ બાબત છે. પંચનું કહેવું છે કે, અંતિમ સ્વરૂપ પામેલા નિર્ણયો—જેમાં SIR (સ્ટેટસ ઇન્ફોર્મેશન રિપોર્ટ) સંબંધિત નિર્ણયોનો પણ સમાવેશ થાય છે—તે ત્રણેય સભ્યોની મંજૂરી સાથે સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. કલમ 18(1) એ પણ સ્પષ્ટ કરે છે કે પંચ સર્વસંમતિથી નિર્ણય લઈને કામકાજ ચલાવવાની પોતાની પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર તથા ચૂંટણી કમિશનરો વચ્ચે કામની ફાળવણી નક્કી કરી શકે છે. નવી માહિતીમાં ગોવામાં ચૂંટણી નોંધણી અધિકારીઓ (Electoral Registration Officers) દ્વારા નિર્ણયોની નોંધણી અંગે સોફ્ટવેરની સમસ્યા અને પંચની IT સિસ્ટમ્સ સંબંધિત કામની ફાળવણી અંગે ઉઠાવવામાં આવેલા વાંધાઓનો પણ ઉલ્લેખ છે.

ફોર્મ-6 અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા મતદારોની નોંધણી માટે વપરાતા ફોર્મ-6માં કરવામાં આવેલા ફેરફારો અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ ફોર્મમાં અરજદાર, તેમના માતા-પિતા અને દાદા-દાદી/નાના-નાનીના નામ અંગેના પ્રશ્નો—જે SIR અને હાલના મતદાર રેકોર્ડ સાથે જોડાયેલા હોય—તેનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સૂત્રોનો દાવો છે કે વિવેક જોશીએ મે મહિનામાં આ ફેરફાર સામે વાંધો ઉઠાવ્યો હતો. 13 ઓગસ્ટના રોજ, સુખબીર સિંહ સંધુએ તેને અનધિકૃત અને ગેરકાયદેસર ગણાવીને તેને દૂર કરવાની માંગ કરી હતી. આ આક્ષેપો સૂત્રો પર આધારિત છે અને તેને પંચના સત્તાવાર ખંડન સાથે પણ જોવામાં આવવા જોઈએ.

અધિકારીએ પોતાનો મત વ્યક્ત કર્યો
વિવેક જોશીએ ચૂંટણીના ડેટાના ઓડિટની માંગણી કરી હતી. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે, માત્ર સંબંધિત વૈધાનિક અધિકારીઓ જ મતદાર ડેટાબેઝમાં ફેરફાર કરી શકે. એવું પણ જાણવા મળ્યું છે કે સંધુએ રાજ્ય-સ્તરના અધિકારીઓ પાસે ERONet (ઈરોનેટ) ની યોગ્ય અને સંપૂર્ણ ઍક્સેસ ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન SIR દરમિયાન દૂર કરવામાં આવેલા મતદાતાના નામ અંગે 38 લાખ અપીલ હજું ક્લિયર થઈ નથી. આવો દાવો કરવામાં આવી રહ્યો છે. 16 લાખથી વધારે અપીલ મતદાતાઓની સામે છે. વિરુદ્ધમાં છે. સંધુએ સવાલ કર્યો કે, આ અપીલ દાખલ કરવા માટે જે મંદૂરી છે એ કોણે આપી. વિવેક જોષીને આ પ્રક્રિયા અને આધાર અંગે ખાસ કોઈ જાણકારી ન હતી. એવું હું મારૂ માનવું છે.