નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓની 'સ્પેશિયલ સમરી રિવિઝન' (SSR) ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અરૂણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતું લાયર નાગરિકો, જેમાં ખાસ કરીને યુવાનો અને પહેલી વખત મતદાતા બનવા વાળા લોકોના નામ મદતારયાદીમાં સામેલ કરવાનો છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 30 નવેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. નાગરિકોના દાવાઓ, વાંધાઓ અને નામો ઉમેરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, 21 જાન્યુઆરી, 2027ના રોજ અંતિમ (ફાઈનલ) મતદાર યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યાં પ્રમાણે જે લોકો પહેલી વખત મતદાન કરવાના છે તેમના માટે ખાસ સુવિધાની જાહેરાત કરવામાં આવી છે.
Election Commission announces Special Summary Revision of electoral rolls in six States/UTs; final rolls to be published on January 21. https://t.co/J6brfBVlGb
— Press Trust of India (@PTI_News) November 5, 2026
જે લોકોની 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર 2027 સુધીમાં18 વર્ષની ઉંમર પૂર્ણ થઈ જાય છે તેઓ એડવાન્સમાં એટલે કે, અત્યારેથી અરજી કરી શકે છે. આના કારણે નવા મતદારોને સમયસર મતદાર યાદીમાં સામેલ કરવામાં સરળતા રહેશે. આ મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા માટે પૂરતા માનવબળ અને જરૂરી સંસાધનોની ખાતરી કરવા
માટે ચૂંટણી પંચ દ્વારા નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.
શું છે આ સ્પેશિયલ સમરી રિવિઝન પ્રક્રિયા?
સ્પેશિયલ સમરી રિવિઝનની વાત કરવામાં આવે તો, આ ચૂંટણી પંચની એક એવી પ્રક્રિયા છે જેમાં મતદાર યાદીને અપડેટ કરવામાં આવે છે. જેના દ્વારા 18 વર્ષથી વધુની આયુ વાળા નવા મતદારોઓના નામ યાદીમાં સામેલ કરવામાં આવે છે. આ સાથે મૃત્યુ પામેલા, સ્થાળાંતર કરેલા અને નકલી મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ જો કોઈ મતદારને પોતાનું નામ, સરનામું કે ફોટોમાં સુધારો કરવો હોય તો તે પણ આ પ્રક્રિયા દરમિયાન થઈ શકે છે.