Tue Nov 10 2026

Logo

મહારાષ્ટ્ર અને ગુજરાતના છ શહેરોમાં શેરોની હેરાફેરી સંદર્ભે ઇડીનું સર્ચ ઓપરેશન

2026-10-16 17:03:13
Author: Chandrakant Kanoja
મહારાષ્ટ્ર અને ગુજરાતના છ શહેરોમાં શેરોની હેરાફેરી સંદર્ભે ઇડીનું સર્ચ ઓપરેશન

Chat GPT Generated Image


મુંબઇ: ઇડીની મુંબઈ ઓફિસ દ્વારા પીએમએલએ એક્ટ હેઠળ મહારાષ્ટ્ર અને ગુજરાતના છ શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ શહેરોમાં મુંબઈ, નાશિક અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગરમાં 29 સ્થળોએ ઇડીની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સમગ્ર કાર્યવાહી આરએમ ડ્રીપ અને આરએન્ડબી ડેનિમ જેવી લિસ્ટેડ કંપનીઓના શેરમાં કરવામાં આવેલીઓ હેરાફેરીના સંદર્ભમાં કરવામાં આવી હતી. 

બે  કંપનીઓની ઓફિસો, તેમના પ્રમોટરોનાં નિવાસસ્થાનો પર સર્ચ 

ઇડી દ્વારા આ બે  કંપનીઓની ઓફિસો, તેમના પ્રમોટરોનાં નિવાસસ્થાનો, જે વ્યક્તિઓને ઓછા ભાવે શેર ફાળવવામાં આવ્યા હતા તેમનાં નિવાસસ્થાનો, સ્ટોક-બ્રોકિંગ અને ફાઇનાન્સ કંપનીઓની ઓફિસો, તેમજ પ્રમોશનલ વોટ્સએપ ગ્રુપ્સ ચલાવવાની શંકા ધરાવતી વ્યક્તિઓના સ્થળોનો સમાવેશ થાય છે.

3.5 કરોડથી વધુ શેર અને કન્વર્ટિબલ વોરંટમાં ઇસ્યુ કર્યા

પીએમએલએલએ એક્ટ ની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે, એપ્રિલ 2023 અને માર્ચ 2024 વચ્ચે આ બે કંપનીઓએ પસંદગીની વ્યક્તિઓ અને સંસ્થાઓને 3.5 કરોડથી વધુ શેર અને કન્વર્ટિબલ વોરંટમાં ઇસ્યુ કર્યા હતા. આ શેરો માટે ચૂકવવામાં આવેલી રકમનો મોટો હિસ્સો એકબીજા સાથે જોડાયેલી વ્યક્તિઓ, પેઢીઓ અને ધિરાણકર્તાઓના એક નાના જૂથ પાસેથી આવ્યો હતો. ત્યારબાદના મહિનાઓમાં, શેરના ભાવ સતત ઊંચા લઈ જવામાં આવ્યા, જ્યારે આ શેર મોટાભાગે તે જ વ્યક્તિઓ પાસે રહ્યા હતા. 

રોકાણકારોને ટિપ્સ આપતા વોટસગ્રુપનું સંચાલન ભાવનગરથી થતું  

આ ઉપરાંત તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ડિસેમ્બર 2025ના અંતથી ફેબ્રુઆરી 2026 સુધી, "મલ્ટિબેગર સ્ટોક્સ" જેવા નામો ધરાવતા વોટ્સએપ ગ્રૂપ્સ દ્વારા રોકાણકારોને આ શેર ખરીદવા માટેની દૈનિક સલાહ આપવામાં આવતી હતી. આ ગ્રૂપ્સ હરિયાણા અને મુંબઈમાં અન્ય વ્યક્તિઓના નામે મેળવેલા સિમ કાર્ડ્સ પર ચલાવવામાં આવતા હતા, પરંતુ તેનું સંચાલન ગુજરાતના ભાવનગરથી થતું હતું. આ ટિપ્સથી લલચાઈને આ બે શેરોમાં ખરીદદારોની સંખ્યા આશરે 3400 થી વધીને 1 લાખથી પણ વધુ થઈ ગઈ હતી.