Mon Sep 14 2026

Logo

પૂર્વ કચ્છમાં ‘નો ડ્રગ્સ’ ઝુંબેશ હેઠળ પોલીસની સપાટો: ૮ મહિનામાં એનડીપીએસના ૬૨ કેસ, ૧૦૫ આરોપીઓ જેલભેગા

2026-09-02 13:43:24
Author: Mayur Patel
પૂર્વ કચ્છમાં ‘નો ડ્રગ્સ’ ઝુંબેશ હેઠળ પોલીસની સપાટો: ૮ મહિનામાં એનડીપીએસના ૬૨ કેસ, ૧૦૫ આરોપીઓ જેલભેગા

AI Generated Image


ભુજઃ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માદક પદાર્થોનું દૂષણ જડમૂળથી નાબૂદ કરવા હાથ ધરાયેલા 'નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ' અભિયાન અંતર્ગત ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

જિલ્લા પોલીસના સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૫ દરમિયાન સમગ્ર જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ કુલ ૩૬ કેસો દાખલ કરી ૭૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેની સરખામણીએ ચાલુ વર્ષ ૨૦૨૬માં માત્ર ૮ મહિનાના ગાળામાં એટલે કે,૧ જાન્યુઆરીથી ૩૧ ઓગસ્ટ સુધીમાં પોલીસે આક્રમક કામગીરી કરી ૬૨ કેસ શોધી કાઢ્યા છે અને ૧૦૫ જેટલા આરોપીઓને જેલહવાલે કર્યા છે.

જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, પૂર્વ કચ્છ વિસ્તારમાં ક્યાંય પણ નશીલા પદાર્થોની હેરાફેરી, વેચાણ કે સેવન અંગે માહિતી મળે તો તુરંત પોલીસનો સંપર્ક કરવો. માહિતી આપનાર નાગરિકની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.