ચીન અને પાકિસ્તાનના વધતા નાપાક ઈરાદાઓને ધ્યાનમાં રાખીને ભારતને એવી મિસાઇલ સિસ્ટમની જરૂરિયાત અનુભવાઈ, જે દુશ્મનના ઉડતા ફાઇટર જેટ, ક્રૂઝ મિસાઇલ અને હવામાં જ ટાળી દે.
જમીન પર હુમલો કરનારા હથિયારોને તેમના લક્ષ્ય સુધી પહોંચતા પહેલાં જ રસ્તામાં નષ્ટ કરી શકે. DRDOએ આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એક એવું શસ્ત્ર બનાવ્યું છે જે દુશ્મનોના હુમલાને હવામાં જ નષ્ટ કરી શકે છે. તે અવાજની સ્પીડ કરતાં 2.5 ગણી ઝડપથી આગળ વધે છે. તે 80 કિલોમીટરના અંતરે ખતરાને શોધી શકે છે અને તેને ત્યાં જ નિષ્ક્રિય કરી શકે છે. તેની શક્તિ, પ્રહાર ક્ષમતા અને વિશેષતાઓને જોતાં, સમગ્ર વિશ્વ તેના પર રસથી નજર રાખી રહ્યું છે. કેટલાક રાષ્ટ્રોએ આ ભારતીય મિસાઇલને તેમના શસ્ત્રાગારમાં સામેલ કરી છે. જ્યારે અન્ય દેશો તેને ખરીદવાની તૈયારી કરી રહ્યા છે.
દિવ્યાસ્ત્ર ડેવલપ કરવામાં આવ્યું
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના પ્રોફેસર પ્રહ્લાદ રામારાવના નેતૃત્વ હેઠળ ભારતના આ નવા ‘દિવ્યાસ્ત્ર’ ને વિકસાવવાની કામગીરી શરૂ થઈ છે. આ રીતે ભારતે પોતાની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સ્વદેશી મિસાઇલ સિસ્ટમ વિકસાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લગભગ છ વર્ષ સુધીની કઠોર મહેનત બાદ વર્ષ 1990માં આકાશ મિસાઇલે પોતાની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ ભરી હતી. ત્યારબાદ વર્ષ 1997 સુધી આ મિસાઇલના મૂળભૂત પરીક્ષણો અને વિકાસલક્ષી ફ્લાઇટ ટેસ્ટ ચાલુ રહ્યા. વર્ષ 2005 અને 2006માં ઓડિશાના ચાંદીપુર ખાતે બે મહત્વપૂર્ણ પરીક્ષણો કરવામાં આવ્યા. આ પરીક્ષણોમાં અલગ-અલગ લોન્ચરથી બે આકાશ મિસાઇલ છોડવામાં આવી હતી. બંને મિસાઇલે ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલા બે ડિકોય ટાર્ગેટ્સને એકસાથે સફળતાપૂર્વક નિશાન બનાવ્યા હતા. આ જ સમયગાળામાં વર્ષ 2006 સુધી કુલ 16 ટેસ્ટ ફ્લાઈટ પૂરી થઈ હતી.
મહત્ત્વનું મૂલ્યાંકન કરાયું
આ પરીક્ષણો દ્વારા મિસાઇલ સિસ્ટમની કામગીરી અને એકસાથે અનેક હવાઈ લક્ષ્યોને નિશાન બનાવવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ વિકાસલક્ષી પરીક્ષણો બાદ ડિસેમ્બર 2007માં ભારતીય વાયુસેનાએ આકાશ મિસાઇલના User Trials શરૂ કર્યા.તા.14થી 21 ડિસેમ્બર 2007 દરમિયાન થયેલા આ ટ્રાયલ્સમાં મિસાઇલે પાંચેય વખત પોતાના લક્ષ્યને સફળતાપૂર્વક ભેદ્યું હતું. આ રીતે સમગ્ર સિસ્ટમ ડેવલપ કરવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ જેનાથી ભારતીય સૈન્યની શસસ્ત્ર શક્તિમાં નોંધપાત્ર વધારો થયો. આ રીતે 1990ની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટથી લઈને 2007ના યુઝર ટ્રાયલ્સ સુધી આકાશ મિસાઇલની સફર અનેક તબક્કાના પરીક્ષણો અને સુધારાઓમાંથી પસાર થઈને આગળ વધી હતી. પોખરણના તપતા રણપ્રદેશમાં આકાશ મિસાઇલની ગતિ અને તેની કામગીરીની કસોટી કરવામાં આવી. ત્યારબાદ ગ્વાલિયર એરફોર્સ સ્ટેશન ખાતે તેના ઇલેક્ટ્રોનિક સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણો દ્વારા મિસાઇલ સિસ્ટમની વિવિધ પરિસ્થિતિઓમાં કાર્યક્ષમતા ચકાસવામાં આવી હતી.
પાંચવાર નિષ્ફળ રહ્યા પ્રયાસ
જ્યારે આકાશ મિસાઇલે સતત પાંચ વખત સફળતાપૂર્વક સીધા લક્ષ્ય પર નિશાન સાધ્યું, ત્યારે ભારતીય વાયુસેનાને મોટી રાહત મળી. આ સફળતા બાદ વાયુસેનાએ આ મિસાઇલને પોતાની ડિફેન્સ સિસ્ટમનો હિસ્સો બનાવવાની મંજૂરી આપી. ડિસેમ્બર 2007ના યુઝર ટ્રાયલ્સ દરમિયાન પણ આકાશે પાંચેય વખત લક્ષ્યને સફળતાપૂર્વક ભેદ્યું હતું. આ મિસાઇલ બનાવવાનો શરૂઆતનો અંદાજિત ખર્ચ આશરે ₹300 કરોડ હતો. જોકે, સમય જતાં તેના સંશોધન અને વિકાસ પાછળ કુલ ખર્ચ વધીને લગભગ ₹1,000 કરોડ સુધી પહોંચ્યો હોવાનું વિવિધ અહેવાલોમાં જણાવાયું છે.