નવી દિલ્હી: અમેરિકામાં મિડ ટર્મ ચૂંટણીઓમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાર બાદ વિશ્વના તમામ બજારોમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને સોના- ચાંદી અને ક્રૂડ ઓઇલના ભાવમાં પણ મોટી ઉથલ પાથલ જોવા મળી શકે છે.
સોના અને ચાંદી બંનેના ભાવમાં તેજી જોવા મળી શકે
આ ઉપરાંત નિષ્ણાતોના મતે અમેરિકાના ચૂંટણીના પરિણામો પછીના 100 દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ 20 ડોલરથી વધુનો ઘટાડો થઈ શકે છે. ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત થતા જ ક્રૂડ ઓઇલના પુરવઠામાં મોટો ઉછાળો આવવાની અને સ્ટેટ ઓફ હોર્મુઝ નું સંકટ સમાપ્ત થવાની શકયતા છે. જોકે, હાલ ફુગાવો હજુ પણ લોકો માટે એક મોટી ચિંતાનો વિષય છે. આ ઉપરાંત ડિસેમ્બર માસમાં વિશ્વની તમામ મોટી સેન્ટ્રલ બેંકો વ્યાજદરમાં વધારો કરી શકે છે. જેના પગલે સોના-ચાંદીના ભાવમાં દબાણ જોવા મળી શકે છે.
અમેરિકી સંસદમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પ્રભાવ મળતા અસર માત્ર ક્રૂડ ઓઈલની કિંમતો પર જ નહીં પરંતુ સોના-ચાંદીની કિંમતો પર પણ જોવા મળશે. તેની અસર આંતરરાષ્ટ્રીય બજારની સાથે ભારતના વાયદા બજારમાં પણ દેખાવા લાગી છે. બંને બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં 20 ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે.
અમેરિકાની 2026ની મધ્યસત્ર ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટની મહત્વપૂર્ણ બેઠકો પર જીત મેળવી મજબૂત પ્રદર્શન કર્યું છે. ઈરાન યુદ્ધ, ઈંધણના વધતા ભાવ અને ટ્રમ્પની ઘટતી લોકપ્રિયતા આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ રહ્યા હતા. US Midterm Elections 2026, US Election Results, Donald Trump Republican, US Senate Elections, USA News Gujarati, International News Gujarati, World News Gujarati
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) November 4, 2026
વિદેશી બજારોમાં સોનાની કિંમત 4500 થી 4800 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે
નિષ્ણાતોના મતે આગામી 100 દિવસમાં વિદેશી બજારોમાં સોનાની કિંમત 4500 થી 4800 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. તેમજ વર્તમાન સ્તરેથી સોનાના ભાવમાં પ્રતિ ઔંસ 500 થી 800 ડૉલરનો વધારો જોવા મળી શકે છે.
ભારતીય બજારમાં સોના- ચાંદીના ભાવમાં પણ તેજી
આ ઉપરાંત ભારતના બજારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં સારો વધારો જોવા મળી શકે છે. જેમાં ભારતના વાયદા બજારમાં સોનાના ભાવમાં 20 ટકાનો વધારો થઈ શકે છે, તો આગામી 100 દિવસમાં સોનાની કિંમતમાં વધારો થઇ શકે છે. તેમજ મંગળવારે વાયદા બજારમાં સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામ 1,39,452 રૂપિયા જોવા મળી હતી. જ્યારે બુધવારે સોનાની કિંમતમાં લગભગ 3100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને કિંમત 1,42,550 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ છે.
ચાંદીના ભાવમાં 45 ટકા વધારાની શકયતા
જો આગામી 100 દિવસમાં ચાંદીના ભાવમાં 45 ટકાનો વધારો થાય તો ભાવ રૂ. 2.60 થી 2.80 લાખની વચ્ચે પહોંચી શકે છે. જયારે મંગળવારના બંધ ભાવ રૂ. 1,79,698 પ્રતિ કિલો હતો. હાલમાં ચાંદીના ભાવમાં રૂ.7,502નો વધારો જોવા મળ્યો છે અને ભાવ રૂ.1.87 લાખની નજીક પહોંચી
ગયો છે.