Wed Oct 14 2026

Logo

દિશા સાલિયાન મૃત્યુ કેસ: આદિત્ય ઠાકરે અને દેશમુખને 500 કરોડની માનહાનિની નોટિસ

2026-09-17 19:52:44
Author: Mumbai Samachar Team
દિશા સાલિયાન મૃત્યુ કેસ: આદિત્ય ઠાકરે અને દેશમુખને 500 કરોડની માનહાનિની નોટિસ

મુંબઈ: દિશા સાલિયાનના મૃત્યુ કેસ અંગે તાજેતરમાં થયેલા મોટા ખુલાસાની માહિતી આપવામાં આવી છે. દિશા સાલિયનના પિતા સતીશ સાલિયને શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને તેમની પુત્રીના મૃત્યુ અંગેના નિવેદનો બદલ ૫૦૦ કરોડ રૂપિયાના વળતરની માંગ કરતી માનહાનિની નોટિસ ફટકારી છે.

નોટિસમાં માંગ કરવામાં આવી છે કે બંને નેતાઓ માફી માંગે, તેમના નિવેદનો પાછા ખેંચે અને ૫૦૦ કરોડ રૂપિયાનું વળતર ચૂકવે. આ માંગણીઓનું પાલન કરવા માટે તેમને સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. 

આ નોટિસ ત્યારે આવી છે, જ્યારે બુધવારે ઠાકરેએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર સાલિયનને ક્યારેય મળ્યા હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેમનું નામ સાલિયનના મૃત્યુ સાથે જોડવાની કોશિશો એક "ખોટા અભિયાન"નો ભાગ છે. આદિત્ય ઠાકરેએ પોતાને બદનામ કરવાનું રાજકીય કાવતરું ગણાવ્યું હતું.

સતીશ સાલિયનના વકીલ નિલેશ ઓઝાએ સોમવારે જણાવ્યું હતું કે આ એફઆઈઆરમાં ઠાકરે, રોહન રોય, રિયા ચક્રવર્તી, પરમબીર સિંહ, ડીનો મોરિયા, સૂરજ પંચોલી અને તત્કાલીન ડીસીપી વિશાલ ઠાકુર સહિત અન્યના નામનો ઉલ્લેખ છે. 

ઓઝાના જણાવ્યા અનુસાર, એફઆઈઆરમાં માલવણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ના સભ્યો, એક ડૉક્ટર અને એક કેમિકલ એનાલિસ્ટના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સુશાંત સિંહ રાજપૂતની મેનેજર તરીકે કામ કરી ચુકેલી સાલિયનનું જૂન ૨૦૨૦માં મુંબઈમાં એક ઈમારત પરથી પડી જવાથી અવસાન થયું હતું. શરૂઆતમાં તેમના મૃત્યુને આકસ્મિક મૃત્યુના કેસ તરીકે નોંધવામાં આવ્યું હતું. સીબીઆઈ હવે તેના મૃત્યુ સાથે સંકળાયેલી કડીઓની ફરીથી તપાસ કરી રહ્યું છે.