Sat Oct 10 2026

Logo

મિડલ ઈસ્ટ મુદ્દે ટ્રમ્પ વહીવટીતંત્રમાં મતભેદો, જેડી વેન્સે કહ્યું અમેરિકા આ વિસ્તારમાંથી પીછેહઠ નહિ કરે

Washington dc   2026-09-17 18:27:57
Author: Chandrakant Kanoja
મિડલ ઈસ્ટ મુદ્દે ટ્રમ્પ વહીવટીતંત્રમાં મતભેદો, જેડી વેન્સે કહ્યું અમેરિકા આ વિસ્તારમાંથી પીછેહઠ નહિ કરે

Jeff Dean / AP


વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પ વહીવટીતંત્રમાં મતભેદો જોવા મળ્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વલણથી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે અલગ મત વ્યક્ત કર્યો છે. જેમાં જે.ડી. વેન્સે કહ્યું કે વૈશ્વિક સ્તરે ઉર્જાના પુરવઠાને જાળવી રાખવા માટે અમેરિકા આ વિસ્તારમાંથી પીછેહઠ નહિ કરે.

ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ વહેલી તકે મિડલ ઈસ્ટમાંથી ખસી જવું જોઈએ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સનું નિવેદન એટલે ખાસ માનવામાં આવે છે. કારણ કે કારણ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી એવું માનતા આવ્યા છે કે અમેરિકાએ વૈશ્વિક સંઘર્ષોમાં ઓછી દખલગીરી કરવી જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે મિડલ ઈસ્ટમાંથી ખસી જવું જોઈએ. 

ઈરાન સતત કોમર્શિયલ જહાજો પર હુમલા કરી રહ્યું છે

જોકે, જેડી વેન્સે ઓલ-ઇન સમિટ' માં  ચેતવણી આપી હતી કે જો અમેરિકા મિડલ ઈસ્ટમાંથી ખસી જશે તો વૈશ્વિક ઊર્જા સંકટ સર્જાઈ શકે છે. ઈરાન સતત કોમર્શિયલ જહાજો પર હુમલા કરી રહ્યું છે. પરિણામે, જો અમેરિકા એમ જાહેર કરે કે આ પ્રદેશ પોતાની સુરક્ષા માટે સ્વતંત્ર છે તો ક્રૂડ ઓઇલ અને ગેસના પુરવઠામાં વિક્ષેપ પડશે.

અમેરિકા ઈરાનને પરમાણુ હથિયારો નહિ રાખવા દે

આ દરમિયાન તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈચ્છે છે કે અમેરિકા વિદેશી બાબતોમાં ઓછું સંકળાયેલું રહે. જોકે, વેન્સે એ પણ સ્પષ્ટ કર્યું કે તેનો અર્થ એ નથી કે જરૂર પડ્યે લશ્કરનો ઉપયોગ ના કરી શકાય. તેમણે પુનરોચ્ચાર કર્યો કે અમેરિકા ઈરાનને પરમાણુ હથિયારો નહિ રાખવા દે.