છત્રરપુર: બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભગવાન રામ અને કૃષ્ણની સરખામણી કરતા વિવાદ સર્જાયો હતો. જેના પગલે તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે કથા દરમિયાન તેમના ભાવ અને પ્રેમનો ખોટો અર્થ ના નીકાળવો જોઇએ. તેમજ કહ્યું તેમનો હેતુ કોઇ પણ દેવી દેવતાની ટીકા કરવાનો ન હતો.
ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણના સ્વરૂપની સરખામણી
આ સમગ્ર વિવાદ મધ્ય પ્રદેશના શિવપુરીમાં જિલ્લામાં કરેરામાં આયોજિત શ્રી રામ કથા દરમિયાન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપની સરખામણીમાંથી સર્જાયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં તે કહી રહ્યા છે કે ઠાકુરજી ત્રણ સ્થળોએથી વાંકા હોય છે જ્યારે ભગવાન રામ સીધા ઉભા હોય છે.
સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચા શરૂ થઇ હતી
આ ઉપરાંત તેમણે ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી વગાડવાની મુદ્રા અને વૃંદાવન ધામનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભગવાન શ્રી રામના ધનુષ ચલાવવાની તુલના કરતાં જણાવ્યું કે વાંસળી વગાડવી તો રમત છે પરંતુ ધનુષ ચલાવવું કોઇ રમત નથી. જેની બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચા શરૂ થઇ હતી.
મે ભગવાન કૃષ્ણ અંગેના પ્રેમ ભાવથી આ વાત કહી હતી
આ વિવાદ વધ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રવચનમાં સ્પષ્ટતા કરી કે, મે સમગ્ર બાબત ભાવથી કહી હતી. આને વ્યાજ સ્તુતિ કહેવામાં આવે છે. એમાં કશું ખોટું લગાડવા જેવુ નથી. તેમણે કહ્યું કે ગોપીઓ પણ ભગવાન શ્રી કૃષ્ણને કપટી કહેતા હતા. પરંતુ તે તેમનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે. તેવી જ રીતે આ વાત પણ મે ભગવાન કૃષ્ણ અંગેના પ્રેમ ભાવથી કહી હતી.