Sat Oct 10 2026

Logo

યુઝવેન્દ્ર ચહલની એક્સ પત્ની ધનશ્રી વર્મા ગણપતિ વિસર્જન વખતે થઈ ભાવુક, વીડિયો વાયરલ

2026-09-18 14:00:00
Author: Mumbai Samachar Team
યુઝવેન્દ્ર ચહલની એક્સ પત્ની ધનશ્રી વર્મા ગણપતિ વિસર્જન વખતે થઈ ભાવુક, વીડિયો વાયરલ

મુંબઈ: જાણીતા ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની એક્સ પત્ની ધનશ્રી વર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભાવુક જોવા મળી હતી. ધનશ્રી વર્માનો એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ગણપતિ વિસર્જન 2026નો છે. તેણે ભગવાન ગણેશને ભાવુક થઈ વિદાય આપી અને પ્રાર્થના કરતા જોવા મળી હતી. કોરીયોગ્રાફર અને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરે વિસર્જન વખતની ઝલક પોતાના ફોલોઅર્સ સાથે શેર કરી હતી, જેમાં આ અવસરની ખુશી અને ભક્તિ સ્પષ્ટ જોવા મળી હતી હતી. જોકે, વિદાયના સમયે તે ભાવનાઓમાં વહી ગઈ હતી, જયારે બાપ્પાની મૂર્તિને વિસર્જન માટે લઇ જવામાં આવી રહી હતી. 

વિસર્જનમાં ધનશ્રી વર્મા થઈ ઈમોશનલ 
ગણપતિ વિસર્જન ગણેશ ચતુર્થીની ઉજવણીના સમાપનનો દિવસ હોય છે અને તે દરેક ભકતો માટે એક ભાવુક કરનારી પળ હોય છે. એવું જ કંઈક ગણપતિ વિસર્જન દરમિયાન ધનશ્રી વર્મા સાથે થયું હતું. તે વાયરલ તસ્વીરોમાં ભગવાન ગણેશજીની વિદાય આપતી વેળાએ આંખોમાં આંસુ સાથે તેમના આશીર્વાદ માગે છે અને આવતા વર્ષે જલ્દી પરત ફરવાની આશા સાથે બાપ્પાને વિદાય આપતી જોવા મળી હતી. ધનશ્રીના આ ઈમોશનલ રિએક્શનથી તેનું બાપ્પા સાથેનું જોડાણ સ્પષ્ટ જોવા મળ્યું હતું. 

ધનશ્રીએ ગણેશોત્સવની ઝલક બતાવી 
પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ધનશ્રીએ ચાહકોને ગણેશોત્સવ અને વિસર્જનની ઝલક બતાવી હતી. ઉજવણી ભલે પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ ધનશ્રીએ દિલથી આપેલી વિદાયએ તેની બાપ્પા સાથેની શ્રદ્ધા અને ભક્તિને વ્યક્ત કર્યા હતા. આ ભાવનાઓ તેના ચહેરા ઉપર ભાવ પણ સ્પષ્ટ જોવા મળ્યા હતા. 

પાંચ વર્ષમાં તૂટ્યા ધનશ્રી-યુઝવેન્દ્રના લગ્ન 
ધનશ્રી વર્મા લાંબા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માએ ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા બાદ 20 માર્ચ 2025માં પરસ્પર સમજૂતી સાથે કાયદેસર છૂટાછેડા લઇ લીધા હતા. ધનશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે હાલમાં જ એક ઓટીટી શો 'રાઇઝ એન્ડ ફોલ'માં જોવા મળી હતી. જેને અશની ગ્રોવર દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો.