નવી દિલ્હી: દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થયાની માહિતી મળી છે. આ બિલ્ડીંગમાં કાર્ય ચાલી રહ્યું હતું. જેના પગલે 6 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘટનાસ્થળે ચાર એમ્બ્યુલન્સ પણ પહોંચી હતી.
કોંક્રિટ સ્લેબ નીચેથી ટેકા ખસતા દુર્ઘટના સર્જાઇ
આ અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બિલ્ડીંગમાં કોંક્રિટ સ્લેબ (લિન્ટર) ભરવાની પ્રક્રિયા ચાલુ હતી. ત્યારે શટરિંગ (લાકડાના ટેકા) ધરાશાયી થવાને કારણે માળખું પડી ગયું હતું.
કાટમાળ નીચે કોઈ ફસાયું હોવાના અહેવાલ નથી
આ સમયે સાઇટ પર મજૂરો કામ કરી રહ્યા હતા. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર કોઈના મૃત્યુ થયાના કે કાટમાળ નીચે કોઈ ફસાયું હોવાના અહેવાલ નથી. તમામ મજૂરો સુરક્ષિત છે અને તેમની હાજરીની ખાતરી કરી લેવામાં આવી છે. સાઇટ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય છે.
#Alipur: दिल्ली के अलीपुर में निर्माणाधीन गोदाम का हिस्सा ढहा; मलबे से 2 लोगों को सुरक्षित निकाला, बड़ा हादसा टला
— 𝐁𝐡𝐚𝐯𝐞𝐬𝐡 𝐇𝐢𝐧𝐝𝐮𝐬𝐭𝐚𝐧𝐢 🇮🇳 (@nationalDivyang) September 20, 2026
➡ आउटर नॉर्थ जिले के अलीपुर थाना क्षेत्र अंतर्गत बुधपुर इलाके में निर्माणाधीन गोदाम का लगभग 100 गज का ढांचा अचानक भरभराकर गिरा; सुबह 11:03 बजे पुलिस को मिली थी… pic.twitter.com/7bX0D5PO82
તમામ કામદારો સુરક્ષિત
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના સમયે લિન્ટલનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે શટરિંગ (લાકડાના ટેકા) ધરાશાયી થવાને કારણે ઈમારત પડી ગઈ હતી. આ ઘટના સમયે સ્થળ પર કામદારો હાજર હતા. કોઈના મૃત્યુ કે કોઈ વ્યક્તિ ફસાઈ ગઈ હોવાના અહેવાલ નથી. તમામ કામદારો સુરક્ષિત છે અને તેમની હાજરીની પુષ્ટિ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ દિલ્હીના સત્ય નિકેતનમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં સાત લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ જોખમી અને ગેરકાયદે રીતે બાંધવામાં આવેલી ઈમારતોની તપાસ કરવા અને નિયમો અનુસાર કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા.