Tue Nov 10 2026

Logo

રાહુલ ગાંધીને રેલી મોકૂફ રાખવા દિલ્હીના વેપારીઓની અપીલ, અમારો ધંધો ના બગાડો

2026-10-29 17:37:59
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધીને રેલી મોકૂફ રાખવા દિલ્હીના વેપારીઓની અપીલ, અમારો ધંધો ના બગાડો

નવી દિલ્હી: કોંગ્રેસના નેતૃત્વમાં ઇન્ડી ગઠબંધન દ્વારા 1 નવેમ્બરના રોજ સીઇસી જ્ઞાનેશ કુમારની રાજીનામાંની માંગ સાથે રામલીલા મેદાનમાં રેલી યોજવામાં આવવાની છે. જોકે, આ અંગે દિલ્હીના સદર બજારના વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેમજ વેપારીઓએ  હાથમાં બેનરો લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીન ને રેલી મોકૂફ રાખવા અપીલ કરી છે. આ ઉપરાંત કનોટ પેલેસ અને પહાડગંજના વેપારી સંગઠનો અને  કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા પણ તહેવારો સુધી આ રેલીને મુલતવી રાખવા વિનંતી કરી હતી. 

"મોહબ્બત કી દુકાન"ના નામે તેમના વ્યવસાયોને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી

સદર બજાર-બારી માર્કેટ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ પરમજીત સિંહ પમ્માના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં વેપારીઓ એકત્ર થયા હતા. એસોસિએશને આગ્રહ કર્યો કે "મોહબ્બત કી દુકાન"ના નામે તેમના વ્યવસાયોને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી. આ અંગેના પોસ્ટરો સાથે  વેપારીઓએ રાહુલ ગાંધીને તેમની રેલી મુલતવી રાખવા માટે અપીલ કરી. 

તહેવારોનો સમયગાળો વ્યવસાય માટે અત્યંત મહત્વપૂર્ણ 

આ ઉપરાંત  દિવાળી સહિતના તહેવારોનો સમયગાળો વ્યવસાય માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ સમય દરમિયાન, મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા માટે દિલ્હીના બજારોમાં આવે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે એક મોટી રેલીને કારણે ટ્રાફિક ખોરવાઈ શકે છે. ભીડ થઈ શકે છે અને ગ્રાહકોને અસુવિધા થઈ શકે છે. જેની સીધી નકારાત્મક અસર તેમના વ્યવસાયો પર પડી શકે છે.

વેપારીઓ આખું વર્ષ તહેવારોની મોસમની રાહ જોતા હોય છે

તેમજ પરમજીત સિંહ પમ્માએ રાહુલ ગાંધીને અપીલ કરતા કહ્યું, "પ્રેમનો સંદેશ ફેલાવો, પરંતુ વેપારીઓની આજીવિકા અને વ્યવસાયોના ભોગે નહીં. તેમણે કહ્યું  કે વેપારીઓ આખું વર્ષ તહેવારોની મોસમની રાહ જોતા હોય છે. આવી સ્થિતિમાં ગ્રાહકોની અવરજવર મુક્ત રહે અને વાહનવ્યવહાર સરળતાથી ચાલે તે અત્યંત આવશ્યક છે. તેથી બજારો સુધી પહોંચવામાં મુશ્કેલીઓ સર્જાવાથી વેપાર પર ગંભીર અસર પડી શકે છે.