નવી દિલ્હીઃ રાજધાનીમાં અત્યારે સીજેપી અને વિપક્ષે માહોલ ગરમ કરી રાખ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા નેહા બોહરા અને અભિજીત દીપકેને અટકાયતી કલમો હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસ (DP) એક્ટની કલમ 65 હેઠળ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ નેહા બોહરાને છોડી મુકવામાં આવી છે. CJPના સ્થાપક અભિજીત દીપકેની શાંતિ ભંગ કરવાના કથિત આરોપસર એક નવા કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જેમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 126/170 લાગુ કરવામાં આવી છે. તેને આજે નવી દિલ્હીમાં સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ, SEM કોર્ટ નક્કી કરશે કે તેમને જેલમાં મોકલવો કે જામીન પર મુક્ત કરવો!
દિલ્હી પોલીસે કયા આરોપ હેઠળ ધરપકડ કરી?
સૂત્રોના જણાવ્યાં ગઈકાલે દિલ્હીના કનોટ પ્લેસમાં તિરંગા કૂચ પહેલા અભિજીત દીપકેની પોલીસે ધરપકડ કરી લીધા હતી. ગઈકાલ વાળી ઘટનામાં અભિજીત દીપકે પર શાંતિ ભંગ કરવાનો નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા દિલ્હી પોલીસ દ્વારા 10 ઓક્ટોબરે પણ અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ફ્લાઇટમાંથી તેની અટકાયત કરવામાં આવી હતી. તે વખતે બોન્ડ પર સાઈન કરાવવામાં આવી હતી કે, એક વર્ષ સુધી તે અશાંતિ નહીં ફેલાવે! ત્યારે ફરી તેણે કૂચનું એલાન કરીને શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હોવાથી ધરપકડ કરવામાં આવી છે.
બીએનએસએસની કલમ 126 અને કલમ 170 શું છે?
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 126 અને 170 નો ઉપયોગ નિવારક કાર્યવાહી માટે કરવામાં આવે છે. કલમ 126 હેઠળ, મેજિસ્ટ્રેટ શાંતિ જાળવવા માટે બોન્ડ (બંધપત્ર) લખી આપવાનો આદેશ આપી શકે છે, જ્યારે કલમ 170 પોલીસને શાંતિભંગ અટકાવવા અથવા સંભવિત ગુનો થતો રોકવા માટે નિવારક ધરપકડ કરવાની સત્તા આપે છે.