Thu Nov 19 2026

Logo

દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રણ મુદ્દે કેન્દ્ર સરકાર એક્શનમાં, 5 થી 20 નવેમ્બર સુધી બાંધકામ અને તોડફોડ કામો પર પ્રતિબંધ

2026-10-30 17:47:54
Author: Chandrakant Kanoja
દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રણ મુદ્દે કેન્દ્ર સરકાર એક્શનમાં, 5 થી 20 નવેમ્બર સુધી બાંધકામ અને તોડફોડ કામો પર પ્રતિબંધ

નવી દિલ્હી: દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રણ અંગે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. જેમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પ્રદૂષણ નિયંત્રણ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે પ્રદૂષણને રોકવા માટે દિલ્હી-  એનસીઆર  વિસ્તારમાં 5 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી તમામ પ્રકારના બાંધકામ અને તોડફોડના કામો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

આ પ્રતિબંધને સમગ્ર NCR  સુધી વિસ્તારશે

આ ઉપરાંત દિલ્હીમાં બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકતી એક નોટિસ જે  1લી નવેમ્બરથી અમલમાં છે તે પહેલેથી જ જાહેર કરી દેવામાં આવી છે. હવે, 'કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ'  આ પ્રતિબંધને સમગ્ર NCR  સુધી વિસ્તારશે. આ પ્રતિબંધ 5મી નવેમ્બરથી 20 મી નવેમ્બર સુધી અમલમાં રહેશે.

પ્રદૂષણની દ્રષ્ટિએ આ સમયગાળો અત્યંત નાજુક 

જોકે, રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, પ્રદૂષણની દ્રષ્ટિએ આ સમયગાળો અત્યંત નાજુક ગણાય છે. આ પગલાં ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર અને સોનીપત સહિતના અન્ય NCR વિસ્તારોમાં પણ લાગુ થશે. આ પગલાંનો હેતુ આ ક્ષેત્રમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. હવાનું પ્રદૂષણ જે સ્તરે વધી રહ્યું છે તેને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હેતુ પ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવાનો

આ 15 દિવસો દરમિયાન, કચેરીઓને 50  ટકા કર્મચારીઓની ભૌતિક હાજરી સાથે કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પગલાથી રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે, જેનો હેતુ પ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવાનો છે. સરકારે તમામ સંબંધિત પક્ષો પાસે સહકારની અપીલ કરી છે. આ પહેલ પ્રદૂષણ સામેના સામૂહિક પ્રયાસનો એક ભાગ છે.