નવી દિલ્હી: દેશમાં SIR મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખીને ડિલીમીટેશન મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે પત્રમાં સંસદના ચોમાસુ સત્રમાં થયેલા વિલંબનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે બંધારણ સુધારા ખરડાને ઉતાવળમાં પસાર કરવાના કોઈપણ પ્રયાસ સામે પણ ચેતવણી ઉચ્ચારી હતી.
બંધારણીય સુધારા વિધેયક બહુમતીના અભાવે પસાર થઈ શક્યું નહીં
ખડગેએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે ભૂતકાળમાં પણ સરકારે આવો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે તમને યાદ હશે કે બંધારણીય સુધારા વિધેયક રજૂ કરતા પહેલાં મેં તમને 11 એપ્રિલ, 2026ના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવવા માટે પત્ર લખ્યો હતો.
गृह मंत्री द्वारा SIR में बाहर 13.3 करोड़ भारतीयों को “घुसपैठिया” घोषित करना भारतीयता का अपमान है। सुप्रीम कोर्ट के फ़ैसले के बावजूद, जंतर-मंतर को designated protest site से हटाकर… पहले वोट चोरी फिर “विरोध करने के अधिकार की चोरी” भाजपाई तानाशाही का प्रमाण है। ज्ञानेश कुमार को बचाना बंद कीजिए ! सत्ता से सवाल पूछने वालों को जेल, युवाओं को लाठी-डंडे, जबरन हिरासत हमारी बेटियों से पुलिसिया बर्बरता, RSS गुंडों को खुलेआम छूट, मोदी-शाह की दमनकारी नीतियों के आगे अब कोई नहीं झुकेगा, देश आवाज़ उठा रहा है, भाजपा से एक-एक बात का हिसाब लेकर रहेगा।
— Mallikarjun Kharge (@kharge) October 14, 2026
તેમજ તેની બાદ 14 એપ્રિલ, 2026ની મોડી સાંજે આ વિધેયકોને જાહેર કર્યા અને 16 એપ્રિલ, 2026ના રોજ એક વિશેષ સત્ર બોલાવ્યું. સીમાંકન અંગેનું બંધારણીય સુધારા વિધેયક 17 એપ્રિલ, 2026ના રોજ લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન મળતાબહુમતીના અભાવે પસાર થઈ શક્યું નહીં.
कांग्रेस के वरिष्ठ नेता जयराम रमेश ने बताया कि कांग्रेस अध्यक्ष एवं राज्यसभा में नेता प्रतिपक्ष मल्लिकार्जुन खड़गे ने संसद के मानसून सत्र को अनिश्चितकाल तक स्थगित करने में हो रही देरी को लेकर प्रधानमंत्री नरेंद्र मोदी को पत्र लिखा है। जयराम रमेश के अनुसार, पत्र में संसद के मानसून सत्र के सत्रावसान में अभूतपूर्व देरी का मुद्दा उठाया गया है। इसके साथ ही केंद्र की मोदी सरकार की ओर से संभावित कदमों को लेकर भी चिंता व्यक्त की गई है। @INCIndia | @Jairam_Ramesh
— यूनीवार्ता (@univartaindia1) October 16, 2026
વિગતવાર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઇએ
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું કે મે 16 એપ્રિલ, 2026 અને 27 ઓગષ્ટના રોજ ફરી પત્ર લખીને સર્વપક્ષીય બેઠક યોજવાની માંગ કરી હતી. તેથી સંસદમાં વિચારણા માટે તમારા નવા પ્રસ્તાવોને આખરી ઓપ આપતા પહેલાં તેની વિગતવાર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઇએ.