Tue Nov 17 2026

Logo

સીજેપીના સંસ્થાપક અભિજીત દીપકેની વિરોધ માર્ચ પૂર્વે જ પોલીસે અટકાયત કરી, પાર્ટીએ કહ્યું ' તિરંગા માર્ચ’ ચાલુ રાખશે...

2026-10-16 17:40:40
Author: Chandrakant Kanoja
સીજેપીના સંસ્થાપક અભિજીત દીપકેની વિરોધ માર્ચ પૂર્વે જ પોલીસે અટકાયત કરી, પાર્ટીએ કહ્યું ' તિરંગા માર્ચ’ ચાલુ રાખશે...

નવી દિલ્હી: નવી દિલ્હીમાં સીજેપી દ્વારા આજે જાહેર કરવામાં આવેલી વિરોધ માર્ચ શરૂ થાય તે પૂર્વે જ સીજેપીના સંસ્થાપક અભિજીત દીપકેની પોલીસે અટકાયત કરી છે. અભિજીત દીપકે તિરંગા યાત્રા માટે નિવાસ સ્થાનેથી નીકળીની કનોટ પેલેસ રવાના થવાના હતા. ત્યારે જ પોલીસે તેમની અટકાયત કરી હતી. દીપકે એ ઘરેથી નીકળતા પૂર્વે કહ્યું હતું કે તે એકલા છે અને એકલા જ કનોટ પેલેસ જશે.  

દિલ્હી પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખવા માટે તેમની અટકાયત કરી હતી. આ પૂર્વે જ પોલીસે તેમને માર્ચ ના કાઢવા માટે નોટિસ પાઠવી હતી. 

બોન્ડ પર પણ સહી કરવી પડી હતી

આ પૂર્વે દિલ્હી પોલીસે અભિજીતને દિલ્હી એરપોર્ટ પર કસ્ટડીમાં લીધો હતો. આ સમયે દીપકે પાસે એક બોન્ડ પર સહી કરાવવામાં આવી હતી. અદાલતે તેમને 50,000 રૂપિયાના 'પીસ બોન્ડ' પર મુક્ત કર્યા હતા. આ ઉપરાંત, તેણે એક વર્ષના સમયગાળા માટે જાહેર વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચાડવાની ખાતરી આપતા બોન્ડ પર પણ સહી કરવી પડી હતી.

પાર્ટીએ જણાવ્યું  ‘તિરંગા માર્ચ’ ચાલુ રાખશે 

જોકે, અભિજીત દીપકેની ધરપકડ બાદ પાર્ટીએ જણાવ્યું કે,  ‘તિરંગા માર્ચ’ ચાલુ રાખશે. પાર્ટીએ તેના સમર્થકોને કહ્યું છે કે તેઓ પાંચથી ઓછા લોકોના જૂથમાં કનોટ પ્લેસ  પહોંચે, રાષ્ટ્રધ્વજ ફરકાવે, તેની સાથે ફોટો પડાવે અને પછી ત્યાંથી નીકળી જાય.  તેમજ  " લહેરા દો તિરંગા"  હેશટેગનો ઉપયોગ કરીને, પાર્ટીએ એવો સંદેશ આપ્યો છે કે તિરંગો ફરકાવવો એ કોઈ ગુનો નથી.