Sun Oct 18 2026

Logo

સીજેપીના અભિજીત દીપકે અને સૌરભ દાસ ખોટી માહિતી શેર કરવા બદલ ટ્રોલ થયા, જાણો વિગતે

2026-09-07 16:03:04
Author: Chandrakant Kanoja
સીજેપીના અભિજીત દીપકે અને સૌરભ દાસ ખોટી માહિતી શેર કરવા બદલ ટ્રોલ થયા, જાણો વિગતે

નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટીના નેતા અભિજીત દીપકે અને સૌરભ દાસ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે. આ બંને લોકોએ ફોટો અને વિડીયો વેરીફાઈ કર્યા વિના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. જેમાં તેમણે ભાજપના નેતા ગૌરવ ભાટિયા અને રામ મંદિરના પ્રથમ સીઇઓ જિતેન્દ્ર મિશ્રાને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 

માફીની માંગણી સાથે એફઆઇઆર નોંધવાની  માંગ

જોકે, બાદમાં બંને નેતાઓએ પોતાની ભૂલ સ્વીકારી અને પોતાની પોસ્ટ ડિલીટ કરી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તેમની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. જેમાં લોકો બંને પાસેથી માફીની માંગણી સાથે એફઆઇઆર નોંધવાની પણ માંગ કરી રહ્યા છે. 

સૌરભ દાસે ભાજપના નેતા ગૌરવ ભાટિયાના નામે એક નિવેદન શેર કર્યું

આ સમગ્ર ઘટનાની વિગતો મુજબ સૌ પ્રથમ કોકરોચ જનતા પાર્ટી'ના સહ-સંયોજક સૌરભ દાસે ભાજપના નેતા ગૌરવ ભાટિયાના નામે એક નિવેદન શેર કર્યું હતું જે હકીકતમાં ખોટું હતું. આ વિડીયો ક્લિપ એઆઇ ટૂલથી એડિટ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્વતંત્ર ભારદ્વાજ નામનો યુવક દિમાગી નક્સલી છે.  . ભાજપ સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. 

24 કલાકમાં  બિનશરતી માફી માંગવી જોઇએ

આ પોસ્ટ બાદ ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ  તરત જ પ્રતિક્રિયા આપી હતી. તેમજ કહ્યું કે આ એક નકલી પોસ્ટ છે તેમજ પોસ્ટ કરનારે 24 કલાકમાં  બિનશરતી માફી માંગવી જોઇએ. જોકે, તેની બાદ  સૌરભ દાસે તેમની પોસ્ટ ડિલીટ કરી, જોકે તેમણે માફી માંગી નહિ. જોકે,  ગૌરવ ભાટિયાએ ફરીથી નોંધ્યું કે સૌરભ દાસને પોસ્ટ ડિલીટ કરવામાં માત્ર 83 મિનિટ લાગી હતી પરંતુ તેમણે માફી માંગવામાં નિષ્ફળ રહ્યા. 

અભિજિત દીપકે પણ ફસાયા હતા

જોકે, આ જ કડીમાં સીજેપીના બીજા નેતા અભિજિત દીપકે પણ ફસાયા હતા. તેમણે  રામ મંદિરના પ્રથમ  સીઈઓ જિતેન્દ્ર મિશ્રાનો એક ફોટો વિડીયો શેર કર્યો હતો. જેમાં એક વ્યક્તિ કથિત રીતે માથા પર દારૂનો ગ્લાસ લઈને ડાન્સ કરતો જોવા મળ્યો હતો.દીપકેએ આ વીડિયોને જિતેન્દ્ર મિશ્રા તરીકે શેર કર્યો હતો અને દાવો કર્યો હતો. તેમજ  કહ્યું હતું કે આ તે નિમણૂકની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ ટૂંક સમયમાં જ ખબર પડી કે વીડિયોમાં દેખાતા વ્યક્તિ જિતેન્દ્ર મિશ્રા નથી. 

ભૂલ સમજાતા  અભિજીત દીપકેએ  વીડિયો ડિલીટ કરી દીધો

તેમજ પોતાની ભૂલ સમજાતા  અભિજીત દીપકેએ  વીડિયો ડિલીટ કરી દીધો હતો. જોકે, તેને ડિલીટ કરતા પહેલા, તેમણે તેના અંગે પોતાનો દ્રષ્ટિકોણ પણ શેર કર્યો હતો.

 સોશિયલ મીડિયા પર વેરીફાય કર્યા વિના માહિતી શેર કરી 


આ સમગ્ર ઘટનામાં મહત્વની બાબત એ છે કે, સૌરભ દાસ અને અભિજીત દીપકેના કેસોમાં સૌથી નોંધપાત્ર સમાનતા એ હતી કે બંનેએ સોશિયલ મીડિયા પર વેરીફાય કર્યા વિના માહિતી શેર કરી હતી. સૌરભ દાસે ગૌરવ ભાટિયાનું એઆઇ એડિટેડ નિવેદન શેર કર્યું હતું, જ્યારે અભિજીત દીપકે બીજા વ્યક્તિનો વિડિઓ શેર કર્યો હતો, જેમાં ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે તે જીતેન્દ્ર મિશ્રાનો છે.

સંબંધિત નેતાઓ દ્વારા સ્પષ્ટતા  

આ બંને કિસ્સાઓમાં પોસ્ટ્સ ડિલીટ કરવામાં આવી હતી. તેમજ  સંબંધિત નેતાઓ દ્વારા સ્પષ્ટતા  કરવામાં આવી હતી. જો કે, સોશિયલ મીડિયા યુઝર્સ પ્રશ્ન કરી રહ્યા છે કે રાજકીય નેતાઓ અંગેના દાવાઓ શેર કરતા પહેલા કેમ ચકાસવામાં નહોતા  આવ્યા.