Sun Sep 06 2026

Logo

પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ, સંખારી ગામની 7 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ

2026-08-03 13:17:00
Author: Vimal Prajapati
પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ, સંખારી ગામની 7 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ

પાટણઃ ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ નોંધાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પાટણ જિલ્લાના સંખારી ગામની 7 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારે તે બાળકીને ધારપુર સિવિલ હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે, અહીં હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. સતત વધી રહેલા આ કેસોને કારણે આરોગ્ય વિભાગ પણ અત્યારે સતર્ક થઈ ગયું છે. 

આરોગ્ય વિભાગે ગામમાં સર્વે અને ડસ્ટિંગ કામગીરી શરૂ કરી
 
અત્રે નોંધનીય છે કે, પાટણ જિલ્લામાં અત્યાર સુદીમાં 3 કેસ નોંધાયો છે, એટલું જ નહીં પરંતુ ચાંદીપુરાના કારણે એક બાળકીનું મોત પણ થયું હતું. ચાંદીપુરા વાયરલસનો કેસ નોંધાયો તેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સર્વે અને ડસ્ટિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આખા ગામની અંદર સર્વે કરીને દવાનો છંટકાવ શરૂ કરી દીધો છે. એટલું જ નહીં પરંતુ ગામમાં કોઈ અન્ય બાળકોમાં આવા કોઈ લક્ષમો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ચાંદીપુરા વાયરસના કારણે પાટણ જિલ્લામાં એક બાળકનું મોત

પાટણ જિલ્લામાં આ ત્રીજો કેસ નોંધાયો છે. જેના કારણે આરોગ્ય વિભાગ સાથે સાથે લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. ચાંદીપુરા વાયરસના કારણે પાટણ જિલ્લામાં એક બાળકનું મોત પણ થયું હતું. જેના કારણે વધારે ભયનો માહોલ છવાયો છે. આ તમામ સ્થિતિને ધ્યાને રાખતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જો ઘરે નાના બાળકમાં આવા કોઈ લક્ષણો દેખાય તો સત્વરે સરકારી દવાખાને લઈ જેવા માટે પણ અપીલ કરવાાં આવી છે.