Sun Oct 18 2026

Logo

પુતિને G7 જૂથ પર કર્યા આકરા પ્રહારઃ BRICSને ગણાવ્યું વૈશ્વિક અર્થતંત્રનું નવું 'પાવરહાઉસ'

2026-09-11 20:20:00
Author: Mumbai Samachar Team
પુતિને G7 જૂથ પર કર્યા આકરા પ્રહારઃ BRICSને ગણાવ્યું વૈશ્વિક અર્થતંત્રનું નવું 'પાવરહાઉસ'

વ્લાદિમીર પુતિને ભારતના આઈટી ક્ષેત્ર અને બ્રિક્સની આર્થિક તાકાતના કર્યા વખાણ

નવી દિલ્હીઃ દુનિયા અત્યારે મહાસંકટોમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ભારતને આંગણે બિક્સ દેશના સમિટને લઈ દુનિયાનું ધ્યાન ભારત પર મંડરાયું છે. દુનિયાની મહાસત્તા અમેરિકા પણ બ્રિક્સ સમિટ પર નજર રાખી રહ્યું છે ત્યારે પાટનગર દિલ્હી પધારેલા રશિયન રાષ્ટ્રપતિએ દુનિયાની મહાસત્તાઓને જોરદાર સંદેશ આપ્યો હતો. પશ્ચિમી દેશોની સાથે જી-7 ગ્રુપ પર આકરી ટિપ્પણી કરી હતી.

બ્રિક્સ ગ્રૂપ દુનિયાની સૌથી મોટી આર્થિક શક્તિ 
પાટનગરમાં BRICS 2026 સમારોહની શરૂઆત થઈ ચૂકી છે, ભારત મંડપમમાં અનેક દેશના વડા એકઠા થયા છે અને વિકાસના મુદ્દે અનેક એવી ચર્ચા કરવાના છે. સમિટમાં સંબોધન આપતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગ્રુપ-સેવન (જી સેવન દેશ પૈકી અમેરિકા, જર્મની, ફ્રાન્સ સહિત બ્રિટનનો સમાવેશ થાય છે ) દેશો પર પણ આકરો પ્રહાર કર્યો હતો. પુતિને કહ્યું હતું કે અત્યારે દુનિયા મહાસંકટોમાંથી પસાર થઈ રહી છે ત્યારે તેમણે કહ્યું હતું કે કેવી રીતે એક વૈશ્વિક જીડીપી અને આર્થિક વૃદ્ધિમાં બ્રિક્સ ગ્રૂપ દુનિયાની સૌથી મોટી આર્થિક શક્તિ બની શકે એમ છે. 
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મિડલ ઈસ્ટના દેશો નિષ્પક્ષ સ્પર્ધાથી ભારે ભય અનુભવે છે, તેથી જ રશિયા પર મનસ્વી તથા અન્યાયી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જોકે, આ પ્રતિબંધો છતાં રશિયા માત્ર આગળ જ વધ્યું નથી, પરંતુ બ્રિક્સ (BRICS) દેશો પણ પરસ્પરના સહયોગ અને મજબૂત સંબંધો દ્વારા વૈશ્વિક પડકારોનો દ્રઢતાપૂર્વક સામનો કરી રહ્યા છે.

ભારત વિશે શું કહ્યું પુતિન?
ભારતની ટેક્નિકલ પ્રગતિ પર પ્રકાશ પાડતા પુતિને નોંધ્યું કે, ભારતીય IT કંપનીઓ ઓછા સમયમાં સારી એવી પ્રગતિ કરી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો કે હાલમાં વૈશ્વિક વેપારમાં BRICS દેશોનો હિસ્સો લગભગ 40 ટકા છે. વૈશ્વિક સ્તરે થતા વેપારમાં આ ટકાવારીમાં ભારતનો પણ હિસ્સો મહત્ત્વનો છે. 

રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું હતું કે 'બિઝનેસ-ટુ-બિઝનેસ'ના વિશ્વસનીય સંબંધો અને મજબૂત આર્થિક ભાગીદારી આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાનો મુખ્ય આધાર છે. આવી ભાગીદારી વિશ્વ સમક્ષ આવતા સંકટોનો સામનો કરવામાં મદદરૂપ થાય છે.
 
ભારપૂર્વક ઉમેર્યું હતું કે, રશિયા વૈશ્વિક સ્તરે એવા ભાગીદારો સાથેના સંબંધો સતત મજબૂત કરી રહ્યું છે જેઓ વિશ્વાસપાત્ર છે અને હંમેશા અપેક્ષાઓ પણ પાર પડી છે. છેલ્લા પાંચ વર્ષમાં બ્રિક્સના દેશે વિશ્વની 40 ટકાથી વધુ જીડીપી બનાવી, જ્યારે જી-7નો ભાગ માત્ર એમાં 29 ટકા રહ્યો. દુનિયાની આર્થિક વૃદ્ધિમાં બ્રિક્સના દેશનું યોગદાન 50 ટકાથી વધારે જ્યારે જી-7માં ટકાવારી 18 ટકા રહી છે. આ પણ એક યોગદાન જ છે. 

પરિવર્તનનો તબક્કો રહ્યો
દુનિયાની અડધાથી વધારે વસ્તી બ્રિક્સના દેશમાં છે. જે એક ડોમેસ્ટિક માર્કેટ તરીકે કામ કરે છે. આ બાબત BRICS ક્ષેત્રમાં વ્યાપારી સંપર્કો અને સંબંધોને મજબૂત બનાવવામાં વધતી જતી રુચિને રજૂ કરે છે. તે સ્પષ્ટ છે કે વિશ્વસનીય 'બિઝનેસ-ટુ-બિઝનેસ' (વ્યાપાર-થી-વ્યાપાર) સંબંધો અને આર્થિક ભાગીદારી આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધોનો મુખ્ય આધાર છે. તે આ સંબંધોના જોડાણને વધારે મજબૂત અને સ્થિતિસ્થાપક બનાવવામાં તેમજ વિશ્વ સમક્ષ રહેલા પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થાય છે. 

વાસ્તવમાં, વિશ્વ હાલમાં ગહન, માળખાગત અને દૂરગામી પરિવર્તનોના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ચોક્કસ તથ્યોનો ઉલ્લેખ કરીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષોમાં વિશ્વના કુલ જીડીપી (GDP)માં બ્રિક્સ (BRICS) દેશોનો હિસ્સો 40 ટકાથી વધુ રહ્યો છે. ભારતની આઈટી કંપનીઓના ઝડપથી વિકસતા દરની પણ પ્રશંસા કરી હતી.

પુતિને કટાક્ષ કર્યો
પુતિને કટાક્ષ કરતા કહ્યું કે તેમને સમજાતું નથી કે તેને G-7 અથવા "ગ્રેટ-7" (મહાન 7) શા માટે કહેવામાં આવે છે, કારણ કે વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. વૈશ્વિક આર્થિક વિકાસના આંકડાઓ વિશે વિગતવાર વાત કરતા તેમણે નોંધ્યું કે, આ જ સમયગાળા દરમિયાન વૈશ્વિક આર્થિક વિસ્તરણમાં બ્રિક્સ દેશોનો ફાળો અડધાથી વધુ એટલે કે 50 ટકાથી વધુ રહ્યો છે, જ્યારે G-7 જૂથનું યોગદાન માત્ર 18 ટકા હતું. 
આ સ્પષ્ટ તફાવતનું મુખ્ય કારણ જણાવતા પુતિને નિર્દેશ કર્યો કે, વિશ્વની અડધાથી વધુ વસ્તી બ્રિક્સ દેશોમાં વસે છે, જેના પરિણામે તેમની પાસે અત્યંત ગતિશીલ, વિશાળ અને જીવંત સ્થાનિક બજારો ઉપલબ્ધ છે.