Sun Oct 18 2026

Logo

બ્રિક્સ સમિટમાં બોમ્બની ધમકીનો ઈમેલ મોકલવાના કેસમાં પોલીસે એક સંદિગ્ધનને ઝારખંડથી  દબોચ્યો

2026-09-12 18:54:14
Author: Pooja Shah
બ્રિક્સ સમિટમાં બોમ્બની ધમકીનો ઈમેલ મોકલવાના કેસમાં પોલીસે એક સંદિગ્ધનને ઝારખંડથી  દબોચ્યો

રાંચીઃ ગુજરાત પોલીસે શનિવારે ઝારખંડના દેવઘર જિલ્લામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ શખ્સના ઈમેલ આઈડીથી ગાંધીનગરમાં સચિવાલયમાં વિસ્ફોટ કરવાની અને નવી દિલ્હીમાં ચાલી રહેલા બ્રિક્સ સમિટમાં વિસ્ફોટ કરવાની ધમકીઓ મળી હતી, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા અનુસાર  બિહારના જમુઈના વતની આ વ્યક્તિની ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસના અધિકારીઓ શુક્રવારે રાત્રે ઈમેલના સંદર્ભમાં દેવઘર પહોંચ્યા હતા અને શનિવારે તે વ્યક્તિને પકડી પાડ્યો હતો, તેમ એસપી પ્રવીણ પુષ્કરે જણાવ્યું હતું.

પુષ્કરે જણાવ્યું હતું કે તેમણે મુખ્ય આરોપીને પોતાનું અંગત ઇમેઇલ આઈડી વેચ્યું હતું, જેણે ગુજરાતના ગાંધીનગર સચિવાલયના સત્તાવાર આઈડી પર ધમકીભર્યો ઇમેઇલ મોકલ્યો હતો. આ કથિત મેલ મોકલનાર વ્યક્તિની અગાઉ ગાંધીનગરમાં ધરપકડ કરવામાં આવી હતી, અને ગુજરાત પોલીસ તેના દ્વારા આપવામાં આવેલા ઇનપુટ્સના આધારે ઝારખંડ પહોંચી હતી, એમ અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું. આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.