દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો
Live Updates
પાકિસ્તાનમાં એમ્બ્યુલન્સની અંદર ઓક્સિજન સિલિન્ડર ફાટતાં 10 લોકોનાં મોત
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એમ્બ્યુલન્સની અંદર ઓક્સિજન સિલિન્ડર ફાટતાં એક મહિલા સહિત 10 લોકોનાં મોત થયા હતાં. આ ઘટના થારપારકર જિલ્લાના નાગરપારકર વિસ્તારમાં બની હતી. આ ઘટનાની વરિષ્ઠ પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી છે.
ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂના આરોપોને કતારે નકાર્યા, કહ્યું અમને ટાર્ગેટ ના કરો
ઈઝરાયેલમાં યોજાયેલી ચૂંટણીના અંતિમ પરિણામો હજુ સુધી આવ્યા નથી. તેમજ હજુ સુધી કોઇ પક્ષને બહુમતી નથી મળી. ત્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કતાર પર ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપ કરવા સહિતના આરોપ લગાવ્યા હતા. જેને કતારના વિદેશ મંત્રાલયે નકારી કાઢયા છે. તેમજ ક્હ્યું કે હારના લીધે અમને ટાર્ગેટ ના કરો.
ઇન્ડિગો એરલાઇન્સના ટિકિટના ભાવમાં વધારો નક્કી, સીઇઓએ ક્હ્યું બીજો કોઇ વિકલ્પ નથી
દિવાળી પૂર્વે જ ઇન્ડિગોના મુસાફરો માટે માઠા સમાચાર છે. જેમાં ઇન્ડિગો એરલાઇન્સના સીઇઓ વિલી વોલ્શે જણાવ્યું છે કે, ઈંધણના વધતા ભાવોને જોતાં, કંપની પાસે હવાઈ ભાડાં વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.ઇન્ડિગો એરલાઇને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂપિયા 1879 કરોડનું નુકસાન નોંધાવ્યું છે.
જામિયા યુનિવર્સિટી તોડફોડ કેસમાં કુલ બે એફઆઇઆર નોંધાઈ, પોલીસે તપાસ શરૂ કરી
નવી દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં થયેલી તોડફોડના સંબંધમાં જામિયા નગર પોલીસ સ્ટેશનમાં વધુ એક એફઆઈઆર નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટી વહીવટીતંત્રની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં દિલ્હી પોલીસે જામિયા યુનિવર્સિટીમાં બનેલી ઘટનાઓ અંગે બે એફઆઈઆર નોંધી છે.
રાહુલ ગાંધીએ 1 નવેમ્બરની રેલીમાં લોકોને જોડાવવા અપીલ કરી, કહ્યું પોલીસથી ના ડરો
દેશમાં SIR અને સીઇસી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસના નેતૃત્વમાં ઇન્ડી ગઠબંધન દ્વારા 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાવવા માટે અપીલ કરી છે. તેમજ લોકોને પોલીસ અને લાઠીથી ના ડરવા માટે પણ જણાવ્યું છે.
ડિજીટલ એરેસ્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટનું આકરું વલણ, કહ્યું બેંકો ગ્રાહકો પ્રત્યે જવાબદાર
સુપ્રીમ કોર્ટે ડિજીટલ એરેસ્ટ નામ પર થતા સાયબર ફ્રોડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કોર્ટે આ અંગે શંકાસ્પદ બેંક લેવડ-દેવડ કેસમાં બેંક દ્વારા પીડિતને વળતર આપવા અંગે ભાર મૂક્યો હતો. તેમજ ચીફ જસ્ટિસે કહ્યું હતું આ મુદ્દે ન્યાયતંત્ર સક્રિય છે અને સંસદ દ્વારા કાયદા લાવવાની રાહ ના જોઇ શકાય. આ દરમિયાન વોટ્સએપે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે તેણે અત્યાર સુધીમાં 9400 શંકાસ્પદ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
રાહુલ ગાંધીને રેલી મોકૂફ રાખવા દિલ્હીના વેપારીનોની અપીલ, અમારો ધંધો ના બગાડો
કોંગ્રેસના નેતૃત્વમાં ઇન્ડી ગઠબંધન દ્વારા 1 નવેમ્બરના રોજ સીઇસી જ્ઞાનેશ કુમારની રાજીનામાંની માંગ સાથે રામલીલા મેદાનમાં રેલી યોજવામાં આવવાની છે. જોકે, આ અંગે દિલ્હીના સદર બજારના વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેમજ વેપારીઓએ હાથમાં બેનરો લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીન ને રેલી મોકૂફ રાખવા અપીલ કરી છે. આ ઉપરાંત કનોટ પેલેસ અને પહાડગંજના વેપારી સંગઠનો અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા પણ તહેવારો સુધી આ રેલીને મુલતવી રાખવા વિનંતી કરી હતી.
સુપ્રીમ કોર્ટે સેબીને નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો, શેરબજારમાં પારદર્શિતા અંગેની મહુઆ મોઇત્રાની અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની શેર બજારના પારદર્શિતા અંગેની અરજીને ફગાવી દીધી હતી. આ અરજીમાં અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (AIFs ) અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs )ના અંતિમ લાભાર્થી વિશેની માહિતી તેમજ તેમના રોકાણોની વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે. કોર્ટે જણાવ્યું હતું કે સ્પષ્ટ કાનૂની કે નિયમનકારી માળખાના અભાવે સેબીને આવો નિર્દેશ આપી શકાય નહીં.
સરકાર દ્વારા પ્લાસ્ટિક ચલણી નોટોને મંજૂરી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારતમાં ચલણી નોટો છાપવાની પદ્ધતિમાં એક મોટા અને ઐતિહાસિક પરિવર્તનની તૈયારી કરી રહી છે. સરકારની મંજૂરી મળ્યા બાદ, રૂપિયા 10 અને રૂપિયા 20ના મૂલ્યની પ્લાસ્ટિક (પોલિમર) ચલણી નોટો દાખલ કરવા માટે એક પ્રાયોગિક પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્લાસ્ટિક નોટો વિદેશથી મંગાવવાને બદલે સંપૂર્ણપણે ભારતમાં જ, એટલે કે સંપૂર્ણ સ્વદેશી રીતે છાપવામાં આવશે.
છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડ સુધી પહોંચ્યું અર્નબ વાવાઝોડું
Live
નવી દિલ્હીઃ ભારતના અનેક રાજ્યોમાં અત્યારે અર્નબ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જેના કારણે અત્યારે બિહાર, ઝારખંડથી લઈને ઉત્તર પ્રદેશ અને હરિયાણા સુધી વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે સાત રાજ્યમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.