દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં દુર્ગા મૂર્તિ વિસર્જનમાં અકસ્માત, ટ્રોલીને વીજ કરંટ લાગતા ત્રણના મોત
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રોલી સાથે જોડાયેલો એક સળિયો હાઈ-ટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવતા વીજ કરંટ લાગ્યો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે 10 લોકો દાઝી ગયા હતા.
પંજાબમાં પરવિંદર સિંહ ઝોટાની હત્યા કેસમાં ડીએસપી અને ડ્રગ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
પંજાબના માનસા જિલ્લામાં 13 ઓક્ટોબરના રોજ ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવનારા પરવિંદર સિંહ ઝોટાની મેડિકલ સ્ટોર પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેની બાદ હવે ભગવંત માન સરકાર એક્શન આવી છે. આ કેસમાં ડીએસપી હરજિંદર સિંહ ગિલ અને ડ્રગ ઇન્સ્પેક્ટર નરેશ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સીએમ ભગવંત માને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લીધો છે.
સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાના જામીન મંજૂર
કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન અરજી કોર્ટે મંજૂર કરી હતી. આ અંગે એસઇએમ કોર્ટમાં સુનાવણી બાદ બંનેના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે બંને નેતાઓની કસ્ટડી ત્રણ દિવસ વધારવાની અરજી કરી હતી.
પશ્ચિમ બંગાળમાં દુર્ગા પંડાલમાં દુર્ઘટનામાં 19 લોકોના મૃત્યુ, એસઆઇટીની રચના...
પશ્ચિમ બંગાળના કોલકાતામાં ચોરબાગાન વિસ્તારમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન ગત શનિવારે સર્જાયેલી નાસભાગની ઘટનાએ લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. જેમાં ચોરબાગાનમાં આવેલા દુર્ગા પૂજા પંડાલમાં દુર્ઘટનામાં 19 લોકોના મૃત્યુ થયા હતા અને 25 અન્ય લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટી ત્રણ મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે.
દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં, GRAP-I નો અમલ
દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં આવી છે. જેના પગલે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે GRAP-I અમલ શરૂ કર્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર, બુધવારે બપોરે 3.00 વાગ્યે દિલ્હીનો AQI 244 નોંધાયો હતો. GRAP-I ના અમલીકરણ સાથે, હોટલ અને રેસ્ટોરન્ટમાં કોલસા અને લાકડાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
દિલ્હીની ઐતિહાસિક રેસ કોર્સ મસ્જિદને ખાલી કરવા નોટિસ, જમીયતે કિરેન રિજિજુને હસ્તક્ષેપ કરવા અપીલ કરી
દેશની રાજધાની દિલ્હીમાં ઐતિહાસિક 'રેસ કોર્સ મસ્જિદ'ને લઈને વિવાદ સર્જાયો છે. આ મસ્જિદને છ દિવસની અંદર ખાલી કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે. આ રેસ કોર્સ મસ્જિદ વડાપ્રધાનના નિવાસસ્થાન નજીક લોક કલ્યાણ માર્ગ પર આવેલી છે. જોકે, નોટિસ બાદ જમીયત ઉલેમા એ હિંદનું પ્રતિનિધી મંડળ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુને મળીને આવેદનપત્ર સોંપ્યું હતું. તેમજ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું પાકિસ્તાન સાથે અમેરિકાના સબંધો ભારતના હિતોના ભોગે નહિ થાય
ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો ભારત સાથે અમેરિકાના સબંધોને લઇને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન અથવા દુનિયાના કોઇ પણ દેશ સાથે અમેરિકાના સબંધો ભારતના હિતોના ભોગે નહિ થાય.
મોરબીના પીપળીયા હાઈવે પર ટ્રક અને બોલેરો અકસ્માતમાં 2 શ્રમિકનાં મોત
મોરબીના પીપળીયા હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થતાં ચીસાચીસ મચી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 2 નિર્દોષ શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.