Mon Oct 05 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 14 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-14 07:38:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 14 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-14 21:16:13

મોબાઈલ ફોન પર જીએસટી 18 ટકા ઘટાડીને 5 ટકા કરવાની માંગ

ભારતમાં મોબાઈલ ફોનના વધતા ભાવના પગલે  મોબાઈલ ફોન નિર્માતા કંપનીના એસોસિએશને ફોન પર જીએસટી 18 ટકા ઘટાડીને 5 ટકા કરવાની માંગ કરી છે.

2026-09-14 20:09:46

રશિયા-યુક્રેન યુદ્ધની ગ્લોબલ ફ્યુલ માર્કેટ પર અસર, ટ્રમ્પે ઝેલેન્સ્કીને રશિયાની ઓઇલ રિફાઈનરી હુમલા ન કરવા કહ્યું

રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે, આ દેશો વચ્ચેના યુદ્ધની અસર ગ્લોબલ ફ્યુલ માર્કેટ પર પણ પડી રહી છે. જેમાં હાલ અમેરિકામાં ડીઝલની સરેરાશ કિંમત પ્રથમ વખત પ્રતિ ગેલન 6 ડોલરની સપાટીને વટાવી ગઈ છે. જેના પગલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રશિયન ઓઈલ રિફાઈનરીઓ પરના હુમલા અટકાવવા કહ્યું છે.

2026-09-14 19:02:51

પાકિસ્તાનમાં લશ્કર-ઐ-તૈયબાનો આતંકી ઠાર

પાકિસ્તાનના કરાચીમાં લશ્કર-ઐ-તૈયબા (એલઈટી)ના એક આતંકવાદીને ચાર અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી નાખી હતી. આ આતંકવાદી હાફિઝ સઈદનો નજીકનો સાથી હોવાનું કહેવાય છે.

2026-09-14 18:52:53

પાકિસ્તાને FATFના દબાણમાં મસૂદ અઝહરનો આતંકવાદીઓની યાદીમાં સમાવેશ કર્યો

પાકિસ્તાને ઓક્ટોબરમાં યોજાનારી FATFની બેઠક પહેલાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વર્ષ 2026 ના 'મોસ્ટ વોન્ટેડ' આતંકવાદીઓની યાદીમાં સમાવેશ કર્યો છે. તેમજ તેના પરનું ઈનામ વધારીને 70  લાખ પાકિસ્તાની રૂપિયા કર્યું છે.

2026-09-14 17:08:47

ભારતે પાકિસ્તાનની 13 કન્ટેનર ખજૂર જપ્ત કરી

પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ હોવા છતાં માલ મોકલવામાં આવતા ડીઆરઆઈ દ્વારા  મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાશિકમાં સીએફએસ અંબડમાં ખાતેથી સૂકી ખજૂરના 13 કન્ટેનર ડીઆરઆઈ દ્વારા જપ્ત કર્યાં છે, જેને મુંબઈ સ્થિત એક ફર્મ દ્વારા આયાત કરવામાં આવી હતી.

2026-09-14 16:19:02

દક્ષિણ આફ્રિકામાં બે બસ અકસ્માતમાં 21 જણનાં મોત

દક્ષિણ આફ્રિકાના વેસ્ટર્ન કેપ પ્રાંતમાં એક હાઈવે પર બે બસના અકસ્માતમાં 21 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. મૃતકની સંખ્યામાં વધારો થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

2026-09-14 15:50:46

વડોદરામાં તંત્રની બેદરકારી, ડ્રેનેજ માટે ખોદેલા ખાડામાં દાદી અને પૌત્રી પડયા

ગુજરાતમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી તરફ વડોદરામાં તંત્રની મોટી ભૂલના લીધે દાદી અને પૌત્રી ડ્રેનેજ લાઈન નાખવા માટે ખોદવામાં આવેલા ખાડામાં પડ્યા હતા. આ દુર્ઘટના પાદરા- જાસપુર ચોકડી પાસે ઘટી હતી. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

2026-09-14 15:23:52

હિમાલયમાં 95 ટકા ગ્લેશિયર પીઘળી રહ્યા છેઃ રિપોર્ટ

હિમાલયમાં 95 ટકા ગ્લેશિયર પીઘળી રહ્યા છે, જ્યારે ટિપિંગ પોઈન્ટ (નિર્ણાયક વળાંક)માં વધારો થઈ રહ્યો છે. હિમનદીઓ પણ પહેલા ક્યારેય નહોતી એટલી ઝડપથી પીઘળી રહી છે. સદીના મધ્ય સુધીમાં પાણીના પ્રવાહ/વહેણની પદ્ધતિઓમાં ફેરફાર થશે, જેનાથી જળ સુરક્ષામાં મોટું નુકસાન થઈ શકે છે.

2026-09-14 15:21:26

જાપાનમાં ભારતમાં નિર્મિત ત્રણ મોડેલની કારની માંગ, એક લાખ યુનિટ નિકાસ કરી

ભારતીય ઓટોમોબાઇલ ક્ષેત્ર માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં મારુતિ સુઝુકીએ જાપાનમાં 1 લાખ યુનિટ કારની નિકાસ કરી છે. જેમાં ભારતમાં બનેલી ફ્રોન્ક્સ, જિમ્ની 5-ડોર અને પ્રથમ ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારાની જાપાની બજારમાં ભારે માંગ જોવા મળી રહી છે. તેમજ જાપાન હવે મારુતિ સુઝુકી માટે બીજું સૌથી મોટું નિકાસ બજાર બની ગયું છે.

2026-09-14 13:09:06

ગાંધીનગરમાં આવતીકાલથી 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026' યોજાશે

ગાંધીનગરમાં આવતીકાલથી 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026' યોજાશે.  દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાનારી આ ફોરમનું મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ઉદ્ઘાટન કરશે. વન, પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયા, ભારતમાં ફિનલેન્ડના રાજદૂત એચ.ઈ. શ્રી મિક્કો કિવિકોસ્કી, સિત્રા (SITRA)ના પ્રમુખ  એટે જાસ્કેલાઈનન, આર્થિક બાબતો અને આબોહવા મંત્રાલય (નેધરલેન્ડ)ના સર્ક્યુલર ઇકોનોમી નિયામક શ્રીમતી મેરીકે સ્પાઇકરબોઅર તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થશે.

2026-09-14 10:21:03

અમદાવાદમાં વરસાદનું જોર વધ્યું

અમદાવાદમાં વહેલી સવારથી ધીમે ધારે શરૂ થયેલા વરસાદનું હાલ જોર વધ્યું છે. શહેરમાં બાપુનગર, નિકોલ, નરોડા, સીજી રોડ, પંચવટી, ઉસ્માનપુરા, વેજલપુર, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે.

2026-09-14 08:35:17

વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

 દરિયામાં કરંટ અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે બંદર તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે.

2026-09-14 08:08:33

વિશ્વપ્રસિદ્ધ તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે આવેલા પ્રખ્યાત ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળોનો આજથી પ્રારંભ થઈ ગયો છે. જો કે, મેળો શરૂ થવાના બરાબર એક દિવસ પહેલા જ અહીં વરસાદ થતાં ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. મેળાની તૈયારીઓ વચ્ચે વરસાદ થતાં મેળાના મુખ્ય મેદાન અને વેપારીઓની દુકાનોના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.

2026-09-14 07:41:37

24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 240 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.45 ઇંચ વરસાદ પડ્યો હતો. ભરૂચના વાલિયામાં 3.82 ઇંચ, નાનાપોંઢામાં 3.54 ઇંચ, ધરમપુરમાં 3.42 ઇંચ, બરવાળામાં 3.39 ઇંત વરસાદ નોંધાયો હતો.