દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રણદીપ સુરજેવાલા રાજ્યની મુલાકાતે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રણદીપ સુરજેવાલા પ્રભારી બન્યા બાદ પહેલી વખત ગુજરાત મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આદિવાસી નૃત્ય સાથે પાઘડી પહેરાવી પ્રભારી રણદીપસિંઘ સુરજેવાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
BRICS સમિટમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, 7 વર્ષ બાદ ભારતની ધરતી પર પગ મૂક્યો
નવી દિલ્હીમાં યોજાયેલ BRICS સમિટ 2026માં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હી પહોંચી ગયા છે. જિનપિંગનું પ્લેન દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું છે. BRICS સમિટ ઉપરાંત જિનપિંગ PM મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે, જેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ભારત મંડપમમાં પીએમ મોદી, જિનપિંગનું સ્વાગત કરશે. ગલવાન સંઘર્ષ પછી આ પહેલી વાર છે જ્યારે જિનપિંગ ભારતની મુલાકાતે આવ્યા છે. આજે સાંજે તેમની પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજાવાની છે.
છ વર્ષ બાદ ફરી ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ થશે
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આવી રહ્યા છે. ભારત આગમન પહેલા, ચાઇના સધર્ન એરલાઇન્સે મોટી જાહેરાત કરી હતી કે તે 21 સપ્ટેમ્બરથી ગુઆંગઝુ-નવી દિલ્હી રૂટ પર નિયમિત પેસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે. લગભગ છ વર્ષથી સ્થગિત આ સેવા ફરી શરૂ થવાને ભારત અને ચીન વચ્ચે હવાઈ જોડાણને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસાએ અદાણી સાથે કરી મુલાકાત
બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા ભારત આવેલા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ શનિવારે દિલ્હીમાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બંનેની મુલાકાતનો વીડિયો જાહેર કર્યો હતો. આ સાથે જ જણાવ્યું કે આ બેઠક 18મા બ્રિક્સ શિખર સંમેલન સિવાય દક્ષિણ આફ્રિકાના બિઝનેસ સંવાદનો એક ભાગ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે વ્યાપારી તેમજ રોકાણ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.