Thu Nov 19 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 05 Nov 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-11-05 07:19:55
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 05 Nov 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-11-05 21:59:42

ભારતે "પ્રલય" નામની કવાસી બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

ભારતે ઓડિશાના દરિયાકાંઠેથી "પ્રલય " નામની કવાસી બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ ડીઆરડીઑ દ્વારા નિર્મિત કરવામાં આવી છે.

2026-11-05 21:32:04

પ્રદૂષણ અને રિનોવેશનને કારણે દિલ્હીની વન-ડે વિશાખાપટનમને આપી દેવાઈ

આવતા મહિને (13મી ડિસેમ્બરે) દિલ્હીમાં ફિરોજશા કોટલાના ગ્રાઉન્ડ પર સિરીઝની જે પ્રથમ વન-ડે રમાવાની છે એ વિશાખાપટનમને આપી દેવામાં આવી છે. પાટનગર દિલ્હીનું પ્રદૂષણ અને કોટલાના મેદાન પર આઉટફીલ્ડ નવું બનાવવામાં આવી રહ્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે.

2026-11-05 21:17:57

કેન્દ્ર સરકારે ભારતમાં વસતા વિદેશી નાગરિકો માટે પાસપોર્ટ અને વિઝાના નિયમોમાં રાહત આપી

કેન્દ્ર સરકારે ભારતમાં રહેતા વિદેશી નાગરિકો માટે પાસપોર્ટ અને વિઝાના નિયમોમાં રાહત આપી છે. જેમાં આ નાગરિકોને પડોશી દેશો વચ્ચે મુસાફરી કરતી વખતે પ્રવાસ અને ઓળખ સંબંધિત નિયમોને પણ સરળ બનાવવામાં આવ્યા છે.

2026-11-05 19:30:49

અમેરિકામાં સેનેટર જોન ઓસોફનું નામ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચર્ચામાં

અમેરિકાના મિડ ટર્મ પોલમાં ડેમોક્રેટિક પાર્ટીએ કોંગ્રેસના બે હાઉસમાં પોતાનું નિયંત્રણ મેળવી લીધું છે. આ સાથે જ જોર્જિયાથી જીતેલા 39 વર્ષના ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર જોન ઓસોફનું નામ ચર્ચામાં આવ્યું છે. તેમની સરખામણી બરાક ઓબામા સાથે કરવામાં આવી રહી છે. તેમજ આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત યહૂદી મૂળના જોન ઓસોફ ટ્રમ્પના મુખ્ય ટીકાકારોમાંના એક છે.

2026-11-05 19:17:27

યુરોપમાં 12 વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકી

યુરોપમાં 12 વિમાનને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા પછી ખળભળાટ મચી જવા પામ્યો હતો. અઠવાડિયામાં બીજી વખત બન્યું છે, જ્યારે સમગ્ર યુરોપના અનેક એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સઘન ચેકિંગને કારણે પેરિસથી લઈને રોમ સુધી પ્રવાસીઓના જીવ પડિકે બંધાઈ ગયા હતા.

2026-11-05 18:55:44

રામલીલા મેદાનની રેલીમાં ગેરહાજર યુવક કોંગ્રેસના 200 હોદ્દેદારોને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા

નવી દિલ્હીમાં 1 નવેમ્બરના રોજ રામલીલા મેદાનમાં ઇન્ડી ગઠબંધનની વોટ બચાવો દેશ બચાવો રેલીમાં ગેરહાજર રહેલા સાત રાજ્યોના યુવક કોંગ્રેસના 200 હોદ્દેદારોને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે. જેમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તેલંગાના, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઝારખંડના હોદ્દેદારોનો સમાવેશ થાય છે.

2026-11-05 17:41:41

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરી મધ્ય પ્રદેશથી રાજય સભાના ઉમેદવાર તરીકે બિન હરીફ ચૂંટાયા

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરી મધ્ય પ્રદેશથી રાજયસભાના ઉમેદવાર તરીકે બિન હરીફ ચૂંટાયા છે. જ્યારે બે અન્ય ઉમેદવારના ઉમેદવારી પત્રો જરૂરી દસ્તાવેજ અને પ્રસ્તાવકોની સહીના અભાવે રદ કરવામાં આવ્યા હતા. આ બેઠળ એલ. મુરુગનના રાજીનામા બાદ ખાલી પડી હતી.

2026-11-05 16:28:00

પશ્ચિમ બંગાળમાં દિવાળીના તહેવારો પૂર્વે એસટીએફને સફળતા, વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપ્યો

પશ્ચિમ બંગાળમાં દિવાળીના તહેવારો પૂર્વે એસટીએફ દ્વારા વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. જેમાં એસટીએફ દ્વારા બીરભૂમના મુરારઇ વિસ્તારમાં રેઇડ કરીને 1150 જીલેટીન સ્ટિક, 989 ડિટોનેટર અને 12,000 મીટર ડિટોનેટિંગ કોર્ડ પણ જપ્ત કર્યા છે. જયારે બીજા દરોડામાં જામુડિયામાં 38 ગેરકાયદે હથિયાર  અને 122 કારતૂસ જપ્ત કરવામાં આવ્યા  છે.

2026-11-05 16:09:48

યુજીસી માન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતા નિયમો અંગે પુન:વિચાર કરાશે

યુજીસી દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિગત ભેદભાવ રોકવા સમાનતાના નિયમો બનાવવામાં આવ્યા છે. જોકે તે અંગે  કેન્દ્ર સરકાર પુન: વિચાર કરી રહી છે. આ અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે આ નિયમોની સમીક્ષા માટે એક સમિતીની રચના કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

2026-11-05 15:24:51

ફેસબુક, ઇન્સટાગ્રામ બાદ મેટા પણ સ્વૈચ્છિક રીતે કરશે કર્મચારીઓની છટણી

ફેસબુક, ઇન્સટાગ્રામ બાદ હવે પેરેન્ટ કંપની મેટા પણ કર્મચારીઓની સંખ્યા ઓછી કરવાની દિશામાં આગળ વધી રહી છે. જેમાં વિશ્વ ભરમાં ટેક કંપનીઓમાં એઆઇના આગમન બાદ કર્મચારીઓની સંખ્યા ઓછી કરવા માટે છટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેમજ અમુક કંપનીઓ કર્મચારીઓને સ્વેચ્છાએ નોકરી છોડવાનો વિકલ્પ આપી રહી છે.

2026-11-05 12:02:54

દિલ્હીમાં ચાવડી બજારમાં એક નિર્માણધીન ઇમારત ધરાશાયી

દિલ્હીમાં ચાવડી બજારમાં એક દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં એક નિર્માણધીન ઇમારાત ધરાશાયી થતા અફરાતરફીનો માહોલ સર્જાઈ ગયો છે. આ ઇમારતના કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવકાર્ય શરૂ કરી દીધું છે.

2026-11-05 11:54:16

ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર નદીમાં એક કાર ખાબકી, ચાર લોકોના મોત

ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની નજીક એક ઈનોવા કાર અનિયંત્રિત થઈને ભાગીરથી નદીમાં ખાબકી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર ઘટના આજે સવારે બની હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની નજીક ઈનોવા કાર ભાગીરથી નદીમાં ખાબકી જતા અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહો મળી આવ્યા છે. આ ગાડીમાં કુલ સાત લોકો સવાર હતા. બાકી લોકોને શોધખોળ કરવામાં આવી રહી છે.

2026-11-05 11:12:14

દિવાળી પર અયોધ્યા સહિત ત્રણ ધાર્મિક સ્થાનો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દેશમાં દિવાળીની મજા બગાડવા માટે માટે અરાજક તત્વો સક્રિય થયાં છે. ઉત્તર પ્રદેશના ત્રણ ધાર્મિક સ્થાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અયોધ્યા, વારાણસી અને મથુરામાં દિવાળી પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે. જેના કારણે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સક્રિય બની ગઈ છે. આ ત્રણેય શહેરોમાં પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

2026-11-05 08:19:26

લદ્દાખ વહીવટીતંત્રે સોનમ વાંગચુકની શાળાને નોટિસ પાઠવી

લદ્દાખ વહીવટીતંત્રે સોનમ વાંગચુક દ્વારા સ્થાપિત 'હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ્સ' (HIAL) ને નોટિસ આપી છે કે, હાઈકોર્ટનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી તેઓ તેમની 'ડેઝર્ટ ફ્લાવર સ્કૂલ' ખાતેની તમામ પ્રવૃત્તિઓ અટકાવી દે! સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, સોનમ વાંગચુક અને તેમની પત્ની ગીતાંજલિએ 'ડેઝર્ટ ફ્લાવર સ્કૂલ' અંગે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસનો જવાબ પણ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

2026-11-05 07:27:58

તેલંગાણામાં બોટ પલટી જતા SDRF અને ફાયર વિભાગના 10 જવાનો ગુમ

તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા માછીમારોને બચાવવાની કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બુધવારે સાંજે બેથુપલ્લી તળાવ ખાતે બચાવ કામગીરી ચાલી રહી હતી ત્યારે પાણીના તેજ પ્રવાહને કારણે બે હોડીઓ પલટી ગઈ હતી.જેમાં SDRF અને ફાયર સર્વિસ વિભાગના કુલ 11 જવાનો ગુમ થઈ ગયા છે.