દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
મિડલ ઈસ્ટથી જનારા પ્રવાસી માટે એર ઈન્ડિયાએ આપ્યો નવો વિકલ્પ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ છેડાયા પછી મધ્ય પૂર્વમાં તણાવની અસર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પડી છે. એર ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને 28 ફેબ્રુઆરી અથવા એના પહેલા કરેલી મિડલ ઈસ્ટની ફ્લાઈટના કન્ફર્મ બુકિંગ માટે ફ્રી-રિશેડ્યૂલિંગ અથવા કેન્સલ કરતા રિફંડનો વિકલ્પ આપ્યો છે.
ઇરાનના 2000 ઠેકાણાનો સફાયોઃ અમેરિકાનો નવો દાવો
મિડલ ઈસ્ટમાં ચાર દિવસથી બોમ્બમારો અને ડ્રોન એટેક ચાલુ છે, ત્યારે ઈરાને જંગમાં બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે, ત્યારે અમેરિકાએ બી53 બોમ્બરથી તબાહી મચાવી છે. અમેરિકાએ દાવો કર્યો છે કે 2,000 ઠેકાણાની તબાહ કર્યાં, જ્યારે ઈઝરાયલે નવો દાવો કર્યો છે કે અમે ઈઝરાયલના 12 પ્રદેશને તબાહ કર્યા છે
રચિન રવીન્દ્ર પણ ત્રાટક્યો, 11 ઓવરમાં સાઉથ આફ્રિકા 5/80
ઈડનમાં વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલ વધુને વધુ રોમાંચક તબક્કામાં જઈ રહી છે. સાઉથ આફ્રિકા મોટી મુસીબતમાં મુકાયું છે. પહેલા 12 રનમાં એણે બે વિકેટ ગુમાવી અને ઑફ સ્પિનર કોલ મૅકોન્કિ હીરો બની ગયો ત્યાર પછી ભારતીય મૂળના લેફ્ટ-આર્મ સ્પિનર રચિન રવીન્દ્રએ માર્કરમની ટીમની ખબર લેવાની શરૂઆત કરી હતી. તેણે બે ઓવરમાં એઇડન માર્કરમ (18 રન) અને ડેવિડ મિલર (છ રન)ની વિકેટ લીધી ત્યાર પછી પીઢ પેસ બોલર જેમ્સ નીશૅમે પણ હાથ સાફ કરી લીધો હતો. તેણે મુખ્ય આક્રમક બૅટ્સમૅન ડેવાલ્ડ બ્રેવિસ (34 રન, 27 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ને કૅપ્ટન સૅન્ટનરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. 2024ના રનર-અપ સાઉથ આફ્રિકાનો 11 ઓવરમાં સ્કોર 5/80 હતો.

સાઉથ આફ્રિકાએ જોત જોતામાં બે વિકેટ ગુમાવી દીધી
ઈડન ગાર્ડન્સમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ જીતવા માટે ફેવરિટ ગણાતી સાઉથ આફ્રિકાની ટીમે શરૂઆતમાં જ ધબડકો જોયો. એઇડન માર્કરમની ટીમે ફક્ત 12 રનમાં બે વિકેટ ગુમાવી દીધી. ક્વિન્ટન ડિકૉકે આઠ બૉલમાં 10 રન કર્યા અને ઑફ સ્પિનર કોલ મૅકોન્કિના બૉલમાં કૅચઆઉટ થયો ત્યાર પછી રાયન રિકલ્ટન પહેલા જ બૉલમાં (ગોલ્ડન ડક) વિકેટ ગુમાવી બેઠો હતો. તેની વિકેટ પણ મૅકોન્કિએ જ લીધી હતી. ચોથી ઓવરમાં 2024ની આ રનર-અપ ટીમનો સ્કોર 2/22 હતો. માર્કરમ સાત રને અને ડેવાલ્ડ બ્રેવિસ ચાર રને રમી રહ્યો હતો.

ફરી સાઉદી અરેબિયાની ઓઈલ રિફાઈનરી પર હુમલો
સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી કંપની પર ડ્રોન એટેક કરવામાં આવ્યો છે. સાઉદી સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે આજે રાસ તનુરા સ્થિત દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કરવાની કોશિશ કરી છે, પરંતુ એનાથી કોઈ નુકસાન થયું નથી એવો દાવો કર્યો હતો.

ન્યૂ ઝીલૅન્ડે ફીલ્ડિંગ પસંદ કરી, સાઉથ આફ્રિકાને પહેલાં રનનો ઢગલો કરવાની તક
કોલકાતામાં ટી-20 વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનરે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. એઇડન માર્કરમના સુકાનમાં સાઉથ આફ્રિકાને પ્રથમ બૅટિંગમાં પુષ્કળ રન કરીને કિવીઓને તોતિંગ લક્ષ્યાંક આપવાની તક મળી છે. કિવીઓની ટીમમાં સ્પિનર ઇશ સોઢીના સ્થાને જેમ્સ નીશૅમને રમવાનો મોકો અપાયો છે. સાઉથ આફ્રિકાની ટીમમાં ધારણા મુજબ કેશવ મહારાજ, કૅગિસો રબાડા અને માર્કો યેનસેન અઠવાડિયાના આરામ બાદ ફરી પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવામાં આવ્યા છે. બીજી સેમિ ફાઇનલ આવતી કાલે (સાંજે 7.00 વાગ્યાથી) વાનખેડેમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાશે.

ઈરાનમાં સત્તાવાર 1,045 લોકોનાં મોત
ઈઝરાયલની સેના ઈરાનના પાટનગર તહેરાન સહિત અન્ય શહેરો પર આફત બનીને હુમલા કરી રહ્યું છે. બીજી બાજુ ઈરાન પણ આક્રમક હુમલાઓ કરી રહ્યું છે ત્યારે આ યુદ્ધમાં સરકારી એજન્સીએ કહ્યું છે ઈરાનના જાનહાનિના આંકડા જારી કર્યા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 1,045 લોકોનાં મોત થયાનો રિપોર્ટ.
હોર્મુઝ ખાડી પર ઈરાની નિયંત્રણનો દાવો
ઈરાની સેનાએ જણાવ્યું છે કે હોર્મુઝ ખાડી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. આ તેલ અને ગેસના પુરવઠા માટે એક મહત્વપૂર્ણ શિપિંગ માર્ગ છે. ઈરાની સેનાએ ચેતવણી આપી છે કે આ જળમાર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરનાર કોઈપણ જહાજને મિસાઇલ અથવા ડ્રોન વડે નિશાન બનાવવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે જણાવ્યું હતું કે અમેરિકન નૌકાદળ ખાડીના આ મહત્વપૂર્ણ શિપિંગ માર્ગ પરથી તેલના ટેન્કરોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે.
ખામેનેઈના મોત બાદ અશાંતિ ફેલાવવા બદલ સાંસદ રુહુલ્લા અને પૂર્વ મેયર જુનૈદ મટ્ટૂ સામે ગુનો દાખલ
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યા બાદ કાશ્મીર ઘાટીમાં સર્જાયેલી સ્થિતિ વચ્ચે પોલીસે નેશનલ કોન્ફરન્સના નેતા અને સાંસદ આગા સૈયદ રુહુલ્લા તથા શ્રીનગરના પૂર્વ મેયર જુનૈદ અઝીમ મટ્ટૂ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ નેતાઓ પર સોશિયલ મીડિયા અને ડિજિટલ માધ્યમો દ્વારા ખોટી અને ભ્રામક ખબરો ફેલાવી લોકોમાં ડર અને નફરત પેદા કરવા તેમજ જાહેર શાંતિનો ભંગ કરવાનો આરોપ છે.
ગુજરાતના તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. તાપમાનમાં પણ આગામી 7 દિવસ સુધી કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી છે. 4 માર્ચથી 6 માર્ચ દિવસ-2 થી દિવસ-4 દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની પ્રબળ સંભાવના છે, જેના કારણે લોકોને ભારે અકળામણ અને બફારાનો સામનો કરવો પડી શકે છે.
મોજતબા હુસૈની ખામેનેઈ ઈરાનના આગામી સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટાયા
ઈઝરાયેલી મીડિયાના અહેવાલો અનુસાર, આયાતુલ્લાહ અલી ખામેનેઈના પુત્ર મોજતબા હુસૈની ખામેનેઈને ઈરાનના આગામી સર્વોચ્ચ નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, ઈરાનની 'એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ' દ્વારા તેમની ખામેનેઈના ઉત્તરાધિકારી તરીકે વરણી કરવામાં આવી હતી.