Sat Nov 07 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 02 Nov 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-11-02 07:24:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 02 Nov 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-11-02 21:41:08

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ઈરાનની શરતી તૈયારી

ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ઈરાને બે દિવસમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની તૈયારી દર્શાવી છે. ઈરાને પોતાની શરતોમાં મધ્ય પૂર્વમાં તમામ મોરચે સંઘર્ષનો અંત લાવવા, ઈરાની તેલ ક્ષેત્ર અને વિદેશી સંપત્તિઓ પરથી પ્રતિબંધો હટાવવા તથા નૌકાદળ નાકાબંધી સમાપ્ત કરવાની માંગ કરી છે.

2026-11-02 19:07:52

એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેર

એસીસી રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 માટે ભારતીય ટીમની જાહેર કરી છે. 15 સભ્યની ઈન્ડિયા એ ટીમમાં વૈભવ સૂર્યવંશીને સ્થાન મળ્યું છે. ટીમમાં તિલક વર્મા કેપ્ટન અને રજત પાટીદાર વાઈસ કેપ્ટન હશે. અભિષેક શર્મા, રિંકુ સિંહ અને હર્ષિત રાણાને પણ તક મળી છે.

2026-11-02 19:03:00

શરદ પવારને દાખલ કરાયા હોસ્પિટલમાં

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ અને પૂર્વ કૃષિ પ્રધાન શરદ પવારને તબિયત લથડવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. છાતીમાં દુખાવા પછી પુણેની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારની મુલાકાત પછી તબિયત લથડી હતી.

2026-11-02 17:19:28

રાજસ્થાનમાં વિચિત્ર અકસ્માતમાં આઠનાં મોત

રાજસ્થાનના ઝુઝુનુ જિલ્લાના છાપોલીમાં માર્ગ નિર્માણ કાર્ય વખતે કરન્ટ લાગવાને કારણે એકસાથે આઠ મજૂરના મોત થયા હતા. જ્યારે એક મશીન 11,000 વોલ્ટના મશીન સાથે ટકરાયું ત્યારે આઠ શ્રમિકના મોત થયા હતા, જ્યારે અન્ય પાંચ જણને ગંભીર ઈજા પહોંચી. અકસ્માત પછી સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચીને રાહતબચાવની કામગીરી હાથ ધરી હતી.

2026-11-02 16:49:10

અભિનેતા ઈમરાન ખાનની કોર્ટે લગાવી ફટકાર

બોમ્બે હાઈ કોર્ટે અભિનેતા ઈમરાન ખાનને ઝાટકણી કાઢી હતી. બોમ્બે હાઈ કોર્ટે ઈમરાન ખાનને પૂછ્યું હતું કે તમે ભારતીય નાગરિક નથી તો પછી તમે વિરોધ પ્રદર્શનમાં કેમ ગયા હતા. મુંબઈ પોલીસે લીવ ઈન્ડિયા નોટિસ મોકલ્યા પછી ભારત છોડવાની નોટિસ આપ્યા પછી અભિનેતાએ કોર્ટમાં અરજી કરી હતી.

2026-11-02 16:33:38

ફટાકડા ફોડવાની સુપ્રીમની શરતી મંજૂરી

સુપ્રીમ કોર્ટે દિવાળીમાં ફટાકડા ફોડવા અંગે સૌથી મોટો આદેશ આપ્યો છે. દિવાળીના દિવસે અને એના એક દિવસ પહેલા ફટાકડાં ફોડવાની શરતી મંજૂરી આપી છે, જ્યારે ગ્રીન ફટાકડા ફોડવા અંગે પણ સમય નક્કી કર્યો છે.

2026-11-02 15:21:58

ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભગવાન કૃષ્ણ અંગે આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા કરી

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભગવાન કૃષ્ણ અંગે આપેલા નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. જેના પગલે તેમણે હવે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે કથા દરમિયાન તેમના ભાવ અને પ્રેમનો ખોટો અર્થ ના નીકાળવો જોઇએ. તેમજ કહ્યું તેમનો હેતુ કોઇ પણ દેવી દેવતાની ટીકા કરવાનો ન હતો.

2026-11-02 12:47:32

પંજાબમાં AAP છોડનારા ત્રણેય ધારાસભ્યો BJPમાં જોડાયા

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના 3 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. તેમાં અમૃતસર નોર્થના કુવર વિજય પ્રતાપ સિંહ, સમાનાના ચેતન સિંહ જૌડામાજરા અને સનૌરના હરમીત સિંહ પઠાણમાજરાનો સમાવેશ થાય છે. ત્રણેય ધારાસભ્યોએ છેલ્લા 2 દિવસમાં AAPમાંથી રાજીનામું આપ્યું હતું.

2026-11-02 10:10:02

મતદાર યાદીમાં ગેરરીતિ મામલે 2 અધિકારીઓ સસ્પેન્ડ

ઉત્તર પ્રદેશના પીલીભીત વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો મળ્યા બાદ ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મતદાર યાદીને લઈને વિરોધ પક્ષોના વિરોધ પ્રદર્શનો વચ્ચે, આ અનિયમિતતાઓના જવાબમાં આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ચૂંટણી પંચના સીધા આદેશ મુજબ, પીલીભીતમાં બે અધિકારીઓ સસ્પેન્ડ કરીને તેમની સામે એફઆઈઆર (FIR) નોંધવો આદેશ આપવામાં આવ્યો છે.

2026-11-02 09:26:23

કચ્છમાં 3.2નો ભૂકંપનો આંચકો


કચ્છમાં હળવો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.  મોડીરાત્રે 2:04 કલાકે અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ હતી. ધોળાવીરાથી 97 કિમી દૂર  કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

2026-11-02 09:05:43

બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ કેસમાં 80 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી

રાજસ્થાનની બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગના આરોપમાં 80 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 15 વિદ્યાર્થિનીઓ પણ સામેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સાથે 13 છાત્રોને હોસ્ટેલમાંથી કાઢી દેવામાં આવ્યાં છે. રેગિંગ કેસની તપાસ દરમિયાન વોટ્સએપ ચેટ અને આપત્તિજનક સોશિયલ મીડિયા સામગ્રી પણ મળી આવી છે, જેમાં હવે આગળની તપાસ કરવામાં આવશે.

2026-11-02 08:34:25

સાણંદમાં પિતાએ 10 વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો

સાણંદમાં પિતાએ 10 વર્ષના દીકરાની હત્યા કરી હતી. સાણંદના વિંછીયા ગામમાં રાતના સમયે પિતાએ માતાજીની દેરી આગળ દીકરાને પછાડીને હત્યા કરી હતી. દીકરાની હત્યા બાદ પિતા લાફ ખાટલામાં મૂકીને બાજુમાં ખાટલામાં સૂઈ ગયો હતો. આ અંગે માતાને જાણ થતા માતા ઘરે પહોંચી હતી. સમગ્ર મામલે માતાએ પિતા સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.

2026-11-02 08:25:31

મધ્ય પ્રદેશના દારૂ ભરેલા ટ્રકે પોલીસકર્મીને કચડ્યો

મધ્ય પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દેવાસમાં ગેરકાયદે દારૂ ભરેલા ટ્રકે પોલીસકર્મીને કચડ્યો હતો. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી.

2026-11-02 07:25:24

અમેરિકાના ફ્લોરિડામાં વિમાન ક્રેશ

અમેરિકાના ફ્લોરિડામાં બિઝનેસ જેટ વિમાન ક્રેશ થતાં તેમાં સવાર 9 લોકોના મૃત્યુ થયા હતા. વિમાન ટેક્સાસના ઓસ્ટિનથી બહામાસ જતું હતું. દુર્ઘટનાના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.