(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:આગામી શિયાળાના દિવસો માટે પાલિકાએ વિન્ટર ઍર પોલ્યુશન મિટિગેશન ઍન્ડ ઍન્ફોર્સમેન્ટ એક્શન પ્લાન ૨૦૨૬ બહાર પાડયો છે, જેમાં ક્ધસ્ટ્રકશન સાઈટ કમ્પ્લાઈન્સ, રોડ ડસ્ટ કંટ્રોલ, ખુલ્લામાં કચરો બાળવા પર પ્રતિબંધ, પોલ્યુશન હોટસ્પોટ અને વેહિકલ ઈન્સ્પેકશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ફટાકડા ફોડવાથી થતાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણ વિશે નાગરિકોને માહિતગાર કરવા માટે જનજાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે, જે જાહેર શેરીઓ, રસ્તાઓ, ફૂટપાથ અને સાયલન્સ ઝોનમાં પ્રતિબંધિત છે
બોકસ
વાયુ પ્રદૂષણ ઘટાડવા ઍરપોલ્યુશન મિટિગેશન ગાઈડલાઈન
પાલિકાએ વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે અનેક પગલાં અમલમાં મૂક્યાં છે, જેમાં ક્ધસ્ટ્રકશન સાઈટ પર ઈન્સ્પેકશન, નિયમિત રસ્તાની સફાઈ, બાંધકામ અને તોડી પાડવાના કચરાનું ઈન્સ્પેકશન વગેરેનો સમાવેશ થાય છે. પાલિકાએ ક્ધસ્ટ્રકશન સાઈટ માટે ૨૮-મુદ્દાની ઍર પોલ્યુશન મિટિગેશન ગાઈડલાઈન પણ જારી કરી છે અને ૭૬ વોર્ડ-સ્તરીય મિટિગેશન સ્કવોડ પર તહેનાત તહેનાત કરી છે. દરેક ટુકડી અચાનક સ્થળે ઈન્સ્પેકશન કરવા પહોંચે છે. દરરોજ ઓછામાં ઓછા બે બાંધકામ સ્થળોનું નિરીક્ષણ કરે છે અને જાણીતા પ્રદૂષણ ફેલાવતા હોટસ્પોટ પર નિયમોનું પાલન કરવામાં આવતું ન હોય તો કારણ બતાવો નોટિસ, કામ બંધ કરવાના આદેશો અને સાઇટ સીલિંગ જેવી અમલીકરણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો પાલિકાએ દાવો કર્યો છે.
બોકસ
૩,૧૬૬ સાઈટ પર ઍર ક્વોલિટી મોનિટર
ક્ધસ્ટ્રકશન સાઈટ પર સેન્સર-આધારિત ઍર ક્વોલિટી મોનિટર ફરજિયાત છે, જેમાં હાલમાં ૩,૧૬૬ સાઇટ્સ સજજ છે અને હવા ગુણવત્તા રીડિંગ્સને ટ્રેક કરવા માટે પાલિકા દ્વારા ઉપયોગમાં લેવાતા કેન્દ્રીય ડેશબોર્ડ સાથે જોડાયેલા છે. રસ્તાની ધૂળને નિયંત્રિત કરવા માટે પાલિકા ૨૯ મલ્ટિપર્પસ વાહનોનો ઉપયોગ કરીને ઊંડી સફાઈ અને નિયમિત સફાઈ કરી રહી છે. ડેવલપર અને કૉન્ટ્રેક્ટરોને તેમના બાંધકામ સ્થળોના કદના આધારે નજીકના રસ્તાઓ સાફ કરવા ફરજિયાત છે. પાલિકાને બાંધકામ અને તોડી પાડવામાં આવતા કચરાના વાહનોને ઢાંકીને રાખવા અને જાહેર રસ્તાઓ પર પ્રવેશતા પહેલા તેમના વ્હીલ ધોવા જરૂરી નિયમો લાગુ કર્યા છે.