Thu Nov 19 2026

Logo

તળાજા યાર્ડમાં કાળા તલના ભાવમાં વધારો, જાણો મણનો કેટલો બોલાયો ભાવ

2026-10-19 16:33:00
Author: Mayur Patel
તળાજા યાર્ડમાં કાળા તલના ભાવમાં વધારો, જાણો મણનો કેટલો બોલાયો ભાવ

ભાવનગર: તળાજા માર્કેટિંગ યાર્ડમાં આજે કાળા તલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. કાળા તલના સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તળાજા તાલુકાના ટીમાણા ગામના ખેડૂત રાજુભાઈ લાધવાને કાળા તલના વેચાણમાં રૂ. 4,075 પ્રતિ મણનો ભાવ મળ્યો હતો. કાળા તલના ઊંચા ભાવ મળતાં ખેડૂતને સારી આવકની આશા બંધાઈ છે.  કાળા તલના ભાવમાં થયેલા વધારાને પગલે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

ભાવનગર જિલ્લાના અગ્રીમ ગણાતા તળાજા માર્કેટિંગ યાર્ડમાં આજે કૃષિ જણસોની હરાજી દરમિયાન કાળા તલના ભાવમાં જોરદાર તેજી જોવા મળી હતી. બજારમાં કાળા તલની ભારે માંગ વચ્ચે ખેડૂતોને ઊંચા ભાવ મળતાં સમગ્ર યાર્ડ પરિસરમાં આનંદ અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.  સારા ભાવ મળતાં ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ હતી અને તેમને પોતાની મહેનતનું યોગ્ય વળતર મળતાં ઉત્તમ આવકની આશા બંધાઈ છે.

હાલ તળાજા માર્કેટિંગ યાર્ડમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની વિવિધ જણસો વેચાણ માટે લાવી રહ્યા છે. ખુલ્લી હરાજીમાં પારદર્શક વહીવટ અને સ્પર્ધાત્મક બોલીના કારણે ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. કાળા તલના ભાવમાં આવેલા આ ઉછાળાને પગલે ખેતી કરતા અન્ય ધરતીપુત્રોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં યાર્ડમાં આવક હજુ વધવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

કાળા તલના ફાયદા

કાળા તલમાં અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જે શરીરને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે. ઘણી વાનગીઓ અને મીઠાઈઓમાં સ્વાદ વધારવા માટે તલનો ઉપયોગ થાય છે. તલ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ સુંદરતા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. 

કાળા તલાના લાડુ ખાવાની હાડકાં મજબૂત થાય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, ફાઈબર હોય છે. કાળા તલનું સેવન રક્ત પરિભ્રમણ સુધારે છે અને સુગર લેવલ કંટ્રોલમાં રાખે છે.