Thu Nov 19 2026

Logo

બિહારમાં બાંકીપુર બાદ પટના વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપની હાર, જાણો કારણો

2026-10-28 18:57:51
Author: Chandrakant Kanoja
બિહારમાં બાંકીપુર બાદ પટના વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપની હાર, જાણો કારણો

પટના: બિહારમાં છેલ્લા બે મહિનાના રાજકીય સમીકરણોએ ભાજપની ઉંઘ ઉડાવી દીધી છે. જેમાં આજે બિહાર વિધાન પરિષદની ચૂંટણીમાં તમામ 8 બેઠકોના પરિણામો જાહેર થયા છે. પરંતુ પટના શિક્ષક મતવિસ્તારમાં સતત 30 વર્ષની જીતતા ભાજપના નવલ કિશોર યાદવને હારનો સામનો કરવામાં આવ્યો છે. આ પૂર્વે ભાજપને બાંકીપુરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પટના સામાન્ય રીતે ભાજપનો ગઢ માનવામાં આવે છે. જોકે, બિહાર વિધાન પરિષદની ચૂંટણીમાં  ભાજપના ઉમેદવાર નવલ કિશોર યાદવને આરજેડીના સંજીવ કુમારે તેમને પરાજય આપ્યો છે. 

 'જન સુરાજ' ના પ્રશાંત કિશોરની જીત 

જોકે, આ હાર સાથે ભાજપે છેલ્લા બે મહિનામાં તેના બે મજબૂત ગઢ ગુમાવ્યા છે. ઓગસ્ટ 2026માં ભાજપને  જે તેના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનો વિધાનસભા મતવિસ્તાર છે. આ ચૂંટણીમાં 'જન સુરાજ' ના પ્રશાંત કિશોરની જીત થઇ હતી. 


નવલકિશોર યાદવે પોતાની રાજકીય કારકિર્દી આરજેડીમાંથી શરૂ કરી હતી. તેઓ પહેલી વાર આરજેડીના સિમ્બોલ પર વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા હતા. જેની બાદ  લાલુ પ્રસાદ સાથે ઘર્ષણ પછી  તેઓ ભાજપમાં જોડાયા ત્યારથી આ બેઠક પર ભાજપનો કબજો હતો.

નવલ કિશોર યાદવના હારના મુખ્ય કારણો 

ભાજપે ફરી એકવાર નવલ કિશોર યાદવને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ બદલાતા રાજકીય સમીકરણોને કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો. તેમની હારના મુખ્ય ત્રણ કારણો છે:
જેમાં સંજીવ કુમારે આ બેઠક પર નવલ કિશોર યાદવને 1058 મતોથી હરાવ્યા. 'જન સુરાજ'ના ઉમેદવારે  1500 થી વધુ મતો મેળવ્યા હતા. તેમજ પ્રશાંત કિશોર ભાજપના મુખ્ય મતદાર આધારનો અમુક હિસ્સો પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યા હતા. 

આઠ ઉમેદવારોમાંથી પાંચ ઉમેદવારો ભૂમિહાર સમુદાયના

આ ઉપરાંત જાતિનો મુદ્દો પણ મહત્વનો રહ્યો હતો. જેમાં સંજીવ કુમાર ભૂમિહાર સમુદાયના છે, જ્યારે નવલ કિશોર યાદવ અન્ય જાતિના છે. નોંધનીય છે કે બિહારમાં વિજેતા બનેલા આઠ ઉમેદવારોમાંથી પાંચ ઉમેદવારો ભૂમિહાર સમુદાયના છે.

નવલ કિશોર યાદવને  એન્ટિ ઇન્કમબંસીનું  ફેક્ટર પણ અસર કરી ગયું 

તેમજ નવલ કિશોર યાદવને  એન્ટિ ઇન્કમબંસીનું  ફેક્ટર પણ અસર કરી ગયું છે. આ ઉપરાંત શિક્ષકો સાતમા પગાર પંચની ભલામણોને લઈને ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા હતા. આ એક એવો મુદ્દો જેના પર ભાજપના નેતૃત્વવાળી સરકાર ડિફેનસીવ જોવા મળી હતી.  

શહેરી બેઠકો પર ભાજપે  હારનો સામનો કરવો પડ્યો

જોકે, ભાજપની સતત બે હાર બાદ રાજકીય વર્તુળમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઇ છે. જેમાં બિહારનો શહેરી મતવિસ્તાર લાંબા સમયથી ભાજપનો ગઢ  માનવામાં આવે છે. જોકે, છેલ્લી  બે ચૂંટણીઓમાં પક્ષને આ જ શહેરી બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો છે.

સર્વણ સમુદાય  ભાજપથી નારાજ 

જે અંગે અનેક કારણો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં સૌથી મહત્વનું પરિબળ છે સર્વણ સમુદાય જે ભાજપની મુખ્ય વોટબેંક માનવામાં આવે છે.  જે બિહાર સીએમ સમ્રાટ ચૌધરીના આવ્યા બાદ નારાજ જોવા મળી રહ્યો છે.  આ વલણ બાંકીપુર અને પટના શિક્ષક મતવિસ્તારની ચૂંટણીઓમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. 'જન સુરાજ'ના સ્થાપક પ્રશાંત કિશોર આ વર્ગને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમની પાર્ટીને પટનામાં 1500 થી વધુ મત મળ્યા છે.

ઉમેદવારી પસંદગી પણ ભાજપની હારનું કારણ 

આ ઉપરાંત બીજુ કારણ ઉમેદવાર પસંદગીનું પણ માનવામાં આવી રહ્યું છે. જેમાં પટનામાં શિક્ષકો શરૂઆતથી જ નવલ કિશોર યાદવનો વિરોધ કરી રહ્યા હતા, તેમ છતાં પક્ષે આ બાબત પર ધ્યાન આપ્યું નહીં. તેવી જ રીતે, બાંકીપુરમાં પણ ઉમેદવાર પસંદગીમાં પક્ષ થાપ ખાઈ ગયો જ્યાં તેણે બે વાર ઉમેદવારોની જાહેરાત કરવી પડી હતી. તેમજ અન્ય કારણ એનડીએના સાથી પક્ષો વચ્ચે યોગ્ય સંકલન જોવા ના મળ્યું જેના લીધે જીત માટે જરૂરી મત એકત્ર ના કરી શકાયા.