દહેરાદૂન: ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામથી સહસ્ત્રધારા પરત ફરી રહેલા હેલિકોપ્ટરના દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ, ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી એ 'ટ્રાન્સ ભારત એવિએશન' દ્વારા સંચાલિત તમામ હેલિકોપ્ટરોની ઉડાન પર રોક લગાવી દીધી છે.
હેલિકોપ્ટર બપોરે 1.14 વાગ્યે બદ્રીનાથથી સહસ્ત્રધારા જવા માટે રવાના થયું હતું
ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી ના મુખ્ય કાર્યકારી અધિકારી પ્રતીક જૈને જણાવ્યું હતું કે, 'ટ્રાન્સ ભારત એવિએશન'નું એક હેલિકોપ્ટર બપોરે 1.14 વાગ્યે બદ્રીનાથથી સહસ્ત્રધારા જવા માટે રવાના થયું હતું. જોશીમઠ ખીણ વિસ્તારમાંથી પસાર થયા બાદથી આ હેલિકોપ્ટરનો કોઈ પત્તો લાગ્યો નથી.
Badrinath Helicopter Crash: જોશીમઠ પાસે હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકો સવાર હોવાની માહિતી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથથી દહેરાદૂન પરત ફરી રહેલું હેલિકોપ્ટર જોશીમઠ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું છે. હાથી પર્વત અને ચાઈ ગામ નજીક બનેલી આ ઘટનામાં એક પાયલટ સહિત કુલ 6 લોકો સવાર હતા. હવામાન ખરાબ હોવાના અહેવાલો વચ્ચે હેલિકોપ્ટરનો સંપર્ક તૂટ્યો હતો. ત્યારબાદ પોલીસ, SDRF, આર્મી અને ITBPની ટીમો રેસ્ક્યૂ ઓપરેશન માટે રવાના કરવામાં આવી હતી. #Badrinath #HelicopterCrash #UttarakhandNews #Joshimath #Chamoli #HelicopterAccident #BadrinathDham #RescueOperation #Snowfall #UttarakhandAccident #BreakingNews #GujaratiNews #બદ્રીનાથ #ઉત્તરાખંડ Badrinath Helicopter Crash, Joshimath Helicopter Accident, Uttarakhand Helicopter Crash, Chamoli Helicopter News, Badrinath to Dehradun Helicopter, 6 People Helicopter Crash, Uttarakhand Snowfall News, Badrinath Dham News, Helicopter Rescue Operation, Joshimath Latest News, Badrinath Yatra Update, બદ્રીનાથ હેલિકોપ્ટર દુર્ઘટના, જોશીમઠ હેલિકોપ્ટર ક્રેશ, ઉત્તરાખંડ હિમવર્ષા, 6 લોકો હેલિકોપ્ટરમાં સવાર
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 30, 2026
ભારે વરસાદ, ગાઢ ધુમ્મસના લીધે એટીસી સાથેનો સંપર્ક તૂટી ગયો
પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદ, ગાઢ ધુમ્મસ અને પ્રતિકૂળ હવામાનના કારણે હેલિકોપ્ટરનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, જેના પગલે સમગ્ર પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
કુલ છ વ્યક્તિઓ સવાર હતા તેમના મોત થયા
આ માહિતી મળતાની સાથે જ અમે ચમોલી જિલ્લા વહીવટીતંત્ર, એસડીઆરએફ અને સેનાની એક ટુકડીને ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં મોકલી દીધી, જેથી એક વ્યવસ્થિત બચાવ કામગીરી હાથ ધરી શકાય. પ્રાથમિક અહેવાલો અનુસાર તેમાં એક પાયલટ અને અન્ય પાંચ કુલ છ વ્યક્તિઓ સવાર હતા તેમના મોત થયા હતા.